T-20: શ્રીલંકા 87 રનમાં ઓલઆઉટ, ભારતની 93 રને શાનદાર જીત

Kiran Mehta | News18 Gujarati
Updated: December 20, 2017, 10:50 PM IST
T-20: શ્રીલંકા 87 રનમાં ઓલઆઉટ, ભારતની 93 રને શાનદાર જીત
યુજવેન્દ્ર ચહલે પોતાની 04 ઓવરમાં 23 રન આપી 04 વેકેટ પાડી દીધી..

યુજવેન્દ્ર ચહલે પોતાની 04 ઓવરમાં 23 રન આપી 04 વેકેટ પાડી દીધી..

  • Share this:
ભારતે જીતવા માટે આપેલ 181 રનના ટાર્ગેટનો પીછો કરી મેદાને ઉતરેલ શ્રીલંકા ટીમ પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ. ભારતીય બોલરોની શાનદાર બોંલિંગ સામે શ્રીલંકાનો એક પણ બેટ્સમેન ટકી ન શક્યો અને માત્ર 87 રનમાં જ પૂરી શ્રીલંકન ટીમ પોવેલિયન ભેગી થઈ ગઈ.

શ્રીલંકા ટીમમાં કોણે કેટલા રન બનાવ્યા
નિરોશન ડિક્વેલા - 13

ઉપુલ થરંગા - 23
કુશાલ પરેરા - 19
અંજેલો મેથ્યુઝ - 01અસેલા ગુણરત્ને - 04
દાસુન શનાકા - 01
તિસારા પરેરા - 03
અકિલા દનાંજ્યા - 07
દુષ્મંતા ચામિરા - 12
વિશ્વા ફર્નાંડો - 02

ભારતના કયા બોલરને મળી કેટલી વિકેટ
- હાર્દિક પંડ્યાએ પોતાની 4 ઓવરમાં 29 રન આપી 03 વિકેટ ઝડપી
- જયદેવ ઉનડકટ પોતાની 02 ઓવરમાં 07 રન આપી 01 વિકેટ ચટકાવી
- યુજવેન્દ્ર ચહલે પોતાની 04 ઓવરમાં 23 રન આપી 04 વેકેટ પાડી દીધી
- જસપ્રિત બુમરાહને આ મેચમાં એક પણ વિકેટ ન મળી, તેણે 02 ઓવરમા 10 રન આપ્યા
- કુલદીપ યાદવ પોતાની 04 ઓવરમાં 02 વિકેટ લેવામાં સફળ રહ્યો.

ભારતીય ટીમમાં કોણે કેટલા રન બનાવ્યા
રોહિત શર્માએ - 17
લોકેશ રાહુલ - 61
શ્રેયશ ઐયર - 24
ધોની - 39 (અણનમ)
મનીષ પાંડે - 32 (અણનમ)

ઉલ્લેખનીય છે કે, આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની પ્રથમ ટી-20 મેચ રમવામાં આવી. આ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 સીરિઝની પ્રથમ મેચ કટકમાં બારામતી સ્ટેડિયમમાં રમાઈ. જેમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી ભારતને બેટિંગ સોંપી હતી. ત્યારબાદ ભારતીય ટીમે 20 ઓવરમાં 03 વિકેટના નુકશાને 180 રન બનાવી શ્રીલંકાને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ શ્રીલંકા માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ભારત
રોહિત શર્મા(કપ્તાન), કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, એમ એસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક હુડ્ડા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, બાસિલ થમ્પી, જયદેવ ઉનાદકટ

શ્રીલંકા
તિસારા પરેરા (કપ્તાન), ઉપુલ થરંગા, અંજેલો મેથ્યુઝ, કુશાલ પરેરા, ધનુષ્કા ગુણતિલકા, નિરોશન ડિક્વેલા, અસેલા ગુણરત્ને, સદીરા સમરવિક્રમા, દાસુન શનાકા, ચતુરંગા ડિસિલ્વા, નુવાન પ્રદિપ, વિશ્વા ફર્નાંડો, દુષ્મંતા ચામિરા.
First published: December 20, 2017
વધુ વાંચો
अगली ख़बर