Ind vs Eng 4th test: સિરીઝ બરાબરી કરવાના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડીયા

News18 Gujarati
Updated: August 30, 2018, 1:10 PM IST
Ind vs Eng 4th test: સિરીઝ બરાબરી કરવાના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડીયા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ

ઈંગ્લેન્ડની વાત કરવામાં આવે તો, તેણે પોતાની પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે.

  • Share this:
ટ્રેંટ બ્રિજ પર રમવામાં આવેલી ત્રીજી મેચમાં જીત મેળવી પાંચ મેચની સિરીઝમાં વાપસી કરનારી ભારતીય ટીમ ગુરૂવારે શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં જીત મેળવી સિરીઝને 2-2થી બરાબર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ માટે આ મેચ સિરીઝ જીતવા માટેનો મોકો છે, જેમાં તે કોઈ કસર છોડવા નહી માંગે. ટીમ ઈન્ડીયા માટે વિરાટ કોહલી ફોર્મમાં છે, તે બે સદી ફટકારી ચુક્યો છે, જ્યારે બોલરમાં જસપ્રિત બુમરાહ ટીમમાં આવતા ઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારો થયો છે.

ઈંગ્લેન્ડની વાત કરવામાં આવે તો, તેણે પોતાની પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે. આંગળીની ઈજાથી પરેશાન જોની બેયરસ્ટોની ટીમમાં પસંદગી થઈ છે, પરંતુ તે માત્ર બેટ્સમેન તરીકે જ રમશે. વિકેટ કિંપીંગની જવાબદારી જોસ બટલર પર રહેશે. ક્રિસ વોક્સને જાંઘમાં સમસ્યા હોવાના કારણે બહાર જવું પડ્યું છે, તેમની જગ્યાએ સેમ કર્રન ટીમમાં આવ્યા છે. જ્યારે ઓલી પોપની જગ્યાએ મોઈન અલીની ટીમમાં પસંદગી થઈ છે.

ભારતીય ટીમ

વિરાટ કોહલી(કપ્તાન), શિખર ધવન, લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, આજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), કરૂણ નાયર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, હનુમા વિહારી.

ઈંગ્લેન્ડ ટીમ
જોએ રૂટ(કપ્તાન), મોઈન અલી, જેમ્સ એંડરસન, જોની બેયરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, જોસ બટલર (વિકેટકીપર), એલિસ્ટર કુક, સેમ કુરેન, બેન સ્ટોક્સ, કીટન જોનિંગ્સ, આદિલ રશીદ.
First published: August 30, 2018
વધુ વાંચો
अगली ख़बर