IND Vs NZ: ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ સિરીઝમાં પણ વ્હાઇટ વૉશ, બીજી ટેસ્ટમાં કારમી હાર

News18 Gujarati
Updated: March 2, 2020, 8:19 AM IST
IND Vs NZ: ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ સિરીઝમાં પણ વ્હાઇટ વૉશ, બીજી ટેસ્ટમાં કારમી હાર
ભારતની બીજી ઇનિંગ 124 રને સમેટાઈ જતાં ન્યૂઝીલેન્ડને જીત માટે 132 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો

ભારતની બીજી ઇનિંગ 124 રને સમેટાઈ જતાં ન્યૂઝીલેન્ડને જીત માટે 132 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો

  • Share this:
ક્રાઇસ્ટચર્ચ : ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ વન-ડે સિરીઝ બાદ ટેસ્ટ સિરીઝમાં પણ પ્રશંસકોને નિરાશ કર્યા છે. બે ટેસ્ટ મેચોની સિરીઝ ભારતે 0-2થી ગુમાવી દીધી છે. ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ટીમ ભારત માટે હાલના સમયમાં આ સૌથી શરમજનક હાર છે. બીજી ટેસ્ટ જીતવા માટે ભારતે ન્યૂઝીલેન્ડને 132 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે મેજબાન ટીમ માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી દીધો હતો. બીજી ઇનિંગમાં ભારતના બેટ્સમેનો ઉપરાંત બોલરો પણ નિષ્ફળ રહ્યા હતા.

આ પહેલા, મેજબાન ન્યૂઝીલેન્ડે ત્રીજા દિવસની રમત શરૂ થયા બાદ ટીમ ઈન્ડિયાની બીજી ઇનિંગને સમેટી લેવા માટે ન્યૂઝીલેન્ડને માત્ર 45 મિનિટનો જ સમય લાગ્યો. ભારતની બીજી ઇનિંગ 142 રને સમેટાઈ ગઈ અને તેના કારણે મેજબાન ટીમને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ મળી ગયો. ટીમ ઈન્ડિયાએ 90 રન પર 6 વિકેટથી આગળ રમતાં ત્રીજા દિવસની શરૂઆત કરી પરંતુ હનુમા વિહારી રૂપે 97 રન પર ટીમને દિવસની પહેલો આંચકો લ)થય અને ત્યારબાદ 97 રન પર જ પંતના રૂપમાં બીજો આંચકો લાગ્યો. જોકે, ત્યારબાર રવિન્દ્ર જાડેજાએ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની સાથે મળી ઇનિંગને 124 રન સુધી પહોંચાડી.

સ્કોરકાર્ડ :

ન્યૂઝીલેન્ડ બીજી ઇનિંગ: 3 વિકેટ ગુમાવીને 132 રન (7 વિકેટથી ટેસ્ટ જીતી)
ભારત બીજી ઇનિંગ : 124 રને ઑલઆઉટ
ન્યૂઝીલેન્ડ પહેલી ઇનિંગ: 235 રને ઑલઆઉટ
ભારત પહેલી ઇનિંગ : 242 રને ઑલઆઉટ

પહેલી ટેસ્ટ મેચ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા પર બીજી ટેસ્ટ મેચમાં હારનું સંકટ હતું. બીજી ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગની જેમ બીજી ઇનિંગમાં પણ ભારતીય ટૉપ ઑર્ડર પૂરી રીતે ફ્લૉપ રહ્યો છે. બીજા દિવસે સ્ટમ્પ થવા સુધી ભારતે બીજી ઇનિંગમાં 90 રન પર જ 6 વિકેટ ગુમાવી દીધી હતી.

આ પહેલા ભારતીય બૉલર મોહમ્મદ શમી (Mohammed Shami) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની તોફાની બોલિંગના કારણે ભારતે રવિવારે બીજા દિવસે ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગને 235 રને સમેટી લીધી હતી. ભારતને પહેલી ઇનિંગના આધારે 7 રનની લીડ મળી હતી.

શમીએ 81 રન આપીને ચાર વિકેટ જ્યારે બુમરાહે 62 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પિનર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ પણ તે બંનેનો સારો સાથ આપતાં 22 રન આપીને બે વિકેટ ઝડપીને ભારતને 7 રનની લીડ અપાવી હતી. પરંતુ બીજી ઇનિંગમાં ભારતના બેટ્સમેનોએ નિરાશા ભરેલું પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડને ટેસ્ટ જીતવા માટે માત્ર 132 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો.

આ પણ વાંચો, રવિન્દ્ર જાડેજા બન્યો 'સુપરમેન', હવામાં પકડ્યો અદ્ભૂત કેચ
Published by: Mrunal Bhojak
First published: March 2, 2020, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading