IND vs WI: ભારે રસાકસી બાદ બીજી વન-ડે મેચ ટાઈ

વન ડેમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરના અંતે 06 વિકેટના નુકશાને 321 રન બનાવ્યા

વન ડેમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરના અંતે 06 વિકેટના નુકશાને 321 રન બનાવ્યા

  • Share this:
    ટોસ જીતીને વિશાખાપટ્ટનમ વન ડેમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરના અંતે 06 વિકેટના નુકશાને 321 રન બનાવ્યા. ભારતે 321 રન બનાવ્યા તેમાં વિરાટ કોહલીએ અણનમ રહી 157 રનની ભાગીદારી રહી, જ્યારે અંબાતી રાયડૂએ શાનદાર 73 રન ફટકાર્યા, તો શિખર ધવને 29 રનનું ખાસ યોગદાન આપ્યું. આ બાજુ ભારતે જીતવા માટે આપેલા 322 રનના લક્ષ્યાંકનો પીછો કરી વેસ્ટ ઈન્ડીઝ પણ 50 ઓવરમાં 07 વિકેટના નુકશાને 321 રન જ બનાવી શક્યું. આખરે બંને ટીમના રન સરખા રહેતા બીજી વન-ડે મેચ ડ્રો ગઈ.

    ભારત કોણે કેટલા રન બનાવ્યા
    રોહિત શર્મા 08 બોલમાં 04 રન બનાવી આઉટ થઈ ગયો
    શિખર ધવને 30 બોલમાં 29 રન ફટકાર્યા
    વિરાટ કોહલી 129 બોલમાં 157 રન બનાવી અણનમ રહ્યો હતો
    અંબાતી રાયડુએ 80 બોલમાં 73 રન ફટકાર્યા
    એમ એસ ધોનીએ 25 બોલમાં 20 રન ફટકાર્યા
    રિષભ પંત 13 બોલમાં 17 રન બનાવી આઉટ થઈ ગયો
    રવિન્દ્ર જાડેજાએ 14 બોલમાં 13 રન ફટકાર્યા
    મોહમ્મદ શામી એક પણ રન બનાવ્યા વગર નોટ આઉટ રહ્યો હતો

    વેસ્ટ ઈન્ડીઝ કોણે કેટલી વિકેટ લીધી
    જેસન હોલ્ડરે 06 ઓવરમાં 50 રન આપી એક પણ વિકેટ ના લીધી
    કેમાર રોચે 10 ઓવરમાં 67 રન આપી 01 વિકેટ લીધી
    એશ્લે નર્સે 10 ઓવરમાં 46 રન આપી 02 વિકેટ લીધી
    દેવેન્દ્ર બિશૂએ 10 ઓવરમાં 48 રન આપી એક પણ વિકેટ ના લીધી
    ઓબે મિકોયે 09 ઓવરમાં 71 રન આપી 02 વિકેટ લીધી
    માર્લોન સેમુઅલ્સે 05 ઓવરમાં 36 રન આપી 01 વિકેટ લીધી

    વેસ્ટ ઈન્ડીઝ કોણે કેટલા રન બનાવ્યા
    કિરોન પૉવેલે 20 બોલમાં 18 રન બનાવ્યા
    ચંદ્રપાલ હેમરાજ 24 બોલમાં 34 રન બનાવી આઉટ થયો
    શાઈ હોપ 134 બોલમાં 123 રન બનાવી અણનમ રહ્યો
    માર્લોન સેમુઅલ્સ 10 બોલમાં 13 રન બનાવી આઉટ થઈ ગયો
    શિમરોને 64 બોલમાં 94 રન બનાવ્યા
    રોવમેન પૉવેલ 18 બોલમાં 18 રન બનાવી આઉટ થઈ ગયો
    જેસન હોલ્ડરે 23 બોલમાં 12 રન બનાવ્યા
    એશ્લે નર્સ 07 બોલમાં 05 રન બનાવી આઉટ થયો
    કેમાર રોચ એક પણ રન બનાવ્યા વગર અણનમ રહ્યો

    ભારત - કોણે કેટલી વિકેટ લીધી
    મોહમ્મદ શામીએ 10 ઓવરમાં 59 રન આપી 01 વિકેટ લીધી
    ઉમેશ યાદવે 10 ઓવરમાં 78 રન આપી 01 વિકેટ લીધી
    કુલદીપ યાદવે 10 ઓવરમાં 67 રન આપી 03 વિકેટ લીધી
    રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 49 રન આપી એક પણ વિકેટ ના લીધી
    યુજવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 63 રન આપી 01 વિકેટ લીધી

    ભારતીય ટીમ
    વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, મનીષ પાંડે, એમએસ ધોની, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, કેએલ રાહુલ.

    વેસ્ટ ઈન્ડીઝની ટીમ:
    વન-ડે ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલેન, સુનીલ અંબરીશ, દેવેન્દ્ર બિશૂ, ચંદ્રપાલ હેમરાજ, શિમરોન, શાઈ હોપ, અલઝારી જોસેફ, એવિન લુઈસ, એશ્લે નર્સ, કીમો પૉલ, રોવમેન પૉવેલ, કેમાર રોચ, માર્લોન સેમુઅલ્સ, ઓશાને થૉમસ.
    Published by:kiran mehta
    First published: