Home /News /sport /રોજ ઉઠો.. સારું રમો.. મેન ઓફ ધ મેચ બનો અને આગામી મેચમાંથી બહાર થાઓ, કુલદીપ યાદવ ત્રીજી વનડેમાંથી થશે બહાર?
રોજ ઉઠો.. સારું રમો.. મેન ઓફ ધ મેચ બનો અને આગામી મેચમાંથી બહાર થાઓ, કુલદીપ યાદવ ત્રીજી વનડેમાંથી થશે બહાર?
કુલદીપ યાદવ ત્રીજી વનડેમાંથી થશે બહાર?
કુલદીપ યાદવે શાનદાર વાપસી કરી છે. ભારતીય સ્પિનરે શ્રીલંકા સામેની બીજી વનડેમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું, આમ તેઓ તે મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. જોકે, કુલદીપ ત્રીજી વનડેમાં રમી શકશે કે નહીં? આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. લોકોને લાગે છે કે, શાનદાર પ્રદર્શન છતાં આ સ્પિનરને ત્રીજી વનડેમાંથી બહાર કરવામાં આવશે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે (Kuldeep Yadav) શ્રીલંકા સામેની બીજી ODI (IND vs SL)માં શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપને તેની શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અનુભવી યુઝવેન્દ્ર ચહલની (Yuzvendra Chahal) જગ્યાએ લેફ્ટ હેન્ડ સ્પિનરને કોલકાતા ODI માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. કુલદીપે આ તકને બંને હાથે પકડી લીધી હતી. લોકો હવે સોશિયલ મીડિયા પર સવાલ પૂછી રહ્યા છે કે, શું કુલદીપ યાદવને શ્રીલંકા સામેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવશે?
કુલદીપે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ODIમાં 51 રન આપીને 10 ઓવરના ક્વોટામાં 3 વિકેટ લીધી હતી. તેણે શ્રીલંકાને 215 રનમાં સમાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આથી, ભારતે આ મેચ 4 વિકેટે જીતી હતી. ગયા વર્ષના અંતમાં બાંગ્લાદેશ પ્રવાસ પર મેન ઓફ ધ મેચ બન્યા બાદ કુલદીપને આગામી મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2022માં કુલદીપે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી. આમ છતાં તેને આગામી મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, લોકો સોશિયલ મીડિયા પર તેને ત્રીજી વનડેમાંથી બહાર રાખવાની અટકળો લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે, 'કુલદીપ યાદવને બીજી વનડેમાં મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. હવે તે આગામી મેચમાં ડ્રોપ થઈ જશે.'
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું
અન્ય એક યુઝરે લખ્યું કે, 'કુલદીપ યાદવનું જીવન એવું છે- રોજ જાગો, સારું રમો, મેન ઓફ ધ મેચ બનો અને આગામી મેચમાંથી બહાર થઈ જાઓ.'
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું
રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ODI
ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે રવિવારે (15 જાન્યુઆરી) તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ મહેમાનોને શ્રેણીમાં ક્લીન સ્વીપ આપવા માંગી રહી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર