IND VS ENG: હાર્દિકે કૃણાલ પંડ્યાને આપી ODI ડેબ્યુ કેપ, કૃણાલની આંખમાં આંસુ છલક્યા, સર્જાયા ભાવુક દ્રશ્ય

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા

પ્રથમ વનડેમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને પ્લેયિંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે

  • Share this:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની વનડે સિરીઝ શરુ થઇ ગઈ છે. ત્યારે પ્રથમ વનડેમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને પ્લેયિંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં આ બંને ખેલાડીઓએ વનડે ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. મેચ પહેલાં નાના ભાઈ હાર્દિક પંડ્યાએ કૃણાલને ડેબ્યુ કેપ આપી હતી. ત્યારે કૃણાલ ભાવુક થઇ ગયો હતો અને આકાશ સામે કેપ ઊંચી કરીને પિતાને યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં તેમના પિતા હિમાંશુ પંડ્યાનું નિધન થયું હતું.

ગત મહિને કૃણાલે વિજય હઝારે ટ્રોફીમાં ત્રિપુરા વિરુદ્ધ 97 બોલમાં 127 રન ફટકાર્યા હતા. કૃણાલની લિસ્ટ-એ ક્રિકેટમાં આ પ્રથમ સદી હતી, આ દરમિયાન પણ તેણે પિતાને યાદ કર્યા હતા. કૃણાલે આ દરમિયાન ટ્વીટ કર્યું હતું કે, 'આ પ્રથમ વખત છે જ્યારે મેં સદી ફટકારી છે, જેને જોવા મારા પિતા હાજર નથી. હવે તેઓ આ દુનિયામાં નથી. આ વિચારીને ભાવુક થઇ જવાય છે. આ પરથી સાફ થાય છે કે જો તેમણે મારી આ ઇનિંગ જોઈ હોટ તો તેઓ દરેક રને ખુશ થયા હોત અને કહ્યું હોત, વાહ કૃણાલ વાહ, રમતો રહેજે.. હું મારી આ ઇનિંગ મારા પિતાને સમર્પિત કરું છું.'

આ પણ વાંચોIND vs ENG: ઇંગ્લેન્ડની વનડે ટીમે જાહેર, જોફ્રા આર્ચર બહાર, રૂટને પણ ન મળ્યું સ્થાન, જુઓ - schedule

હતું મારો સમય આવવાનો છે: કૃણાલ

કૃણાલે વધુમાં કહ્યું કે, જ્યારે મેં જાન્યુઆરી મહિનામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટી-20 ટુર્નામેન્ટમાં 76 રન બનાવ્યા હતા, ત્યારે મારી પિતા સાથે ક્રિકેટ અંગે વાત થઇ હતી. ત્યારે તેમણે મને કહ્યું હતું કે બીટા હવે બસ તારો સમય શરુ થઇ ગયો છે. આ મારા પિતાના છેલ્લા શબ્દો હતા. જેનો મતલબ મને હવે સમજાઈ રહ્યો છે.

કૃણાલે વડોદરા માટે બનાવ્યા હતા સૌથી વધુ રન

કૃણાલે વિજય હઝારે ટ્રોફીમાં વડોદરા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. જેમાં તેને ટીમની કપ્તાની કરતા પાંચ મેચોમાં 388 રન બનાવી પાંચ વિકેટ પણ ઝડપી હતી. તો બીજી તરફ પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ભારતીય ટીમમાં રમવાની તક મળતાં સોશ્યલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ તેણે કૅપ્શનમાં લખ્યું હતું, આ સમય મને હંમેશા યાદ રહેશે, બધા ક્રિકેટરનું સપનું હોય છે કે તેઓ પોતાના દેશ માટે રમે.

આ પણ વાંચોઅમદાવાદ: વધુ એક પરિણીતાની વેદનાનો Video વાયરલ, '...પતિ નહીં આવે તો પુત્રી સાથે કેનાલમાં આત્મહત્યા કરે'

પ્રસિદ્ધ કૃષ્ણાની પ્રથમ મેચ

25 વર્ષીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા આજે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે. 150 કિમિ પ્રતિ કલાકની સ્પીડે બોલ નાંખવામાં સક્ષમ કૃષ્ણા કર્ણાટક માટે ઘરેલુ ક્રિકેટ રમે છે, તો IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે. IPLમાં તેણે 24 મેચમાં 18 વિકેટ લીધી છે. તેણે વર્ષ 2015માં પ્રથમ ફર્સ્ટ કલાસ મેચ રમી હતી. જોકે, તેમાં કૃષ્ણાનું કંઈ ખાસ નહોતું રહ્યું. તેણે માત્ર 9 ફર્સ્ટ કલાસ મેચ રમી છે. તો બીજી તરફ 48 લિસ્ટ-એ ગેમ્સમાં 23ની એવરેજથી 81 વિકેટ્સ ઝડપી છે અને 40 ટી-20માં 35ની એવરેજથી 33 વિકેટ્સ લીધી છે.
First published: