Video: ન્યૂઝીલેન્ડના ખેલાડીએ રસ્તો રોક્યો તો કેએલ રાહુલે છાતી પર માર્યો મુક્કો!

News18 Gujarati
Updated: February 12, 2020, 7:51 AM IST
Video: ન્યૂઝીલેન્ડના ખેલાડીએ રસ્તો રોક્યો તો કેએલ રાહુલે છાતી પર માર્યો મુક્કો!
જિમ્મી નીશમ પિચની વચ્ચે ઊભો રહી જતાં કેએલ રાહુલ રન આઉટ થતાં માંડ બચ્યો, બાદમાં થયું કંઈક આવું....

જિમ્મી નીશમ પિચની વચ્ચે ઊભો રહી જતાં કેએલ રાહુલ રન આઉટ થતાં માંડ બચ્યો, બાદમાં થયું કંઈક આવું....

  • Share this:
માઉન્ટ મોંગાનુઈ : ભલે ન્યૂઝીલેન્ડ (New Zealand)ની વિરુદ્ધ વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયા (Team India)નો વ્હાઇટ વૉશ થઈ ગયા હોય પરંતુ બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) માટે આ સીરીઝ ખૂબ સારી રહી. રાહુલે વનડે સીરીઝની ત્રણ મેચમાં સદી અને અડધી સદી ફટકારી. અંતિમ વનડેમાં રાહુલે સદી ફટકારી અને તેણે 112 રન કર્યા. આ શ્રેષ્ઠ ઇનિંગ દરમિયાન જ કેએલ રાહુલ અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ આમનો-સામનો થઈ ગયો હતો અને રાહુલે તેને છાતી પર મુક્કો મારી દીધો હતો. આવો જાણીએ શું હતો મામલો...

કેએલ રાહુલે નીશમને માર્યો મુક્કો!

કેએલ રાહુલ અને જિમ્મી નીશમ (Jimmy Neesham)ની વચ્ચે ઘર્ષણ ભારતીય ઇનિંગની 20મી ઓવરમાં થઈ. મૂળે કેએલ રાહુલે નીશમના બોલ પર મિડ ઑફની તરફ શૉટ માર્યો અને તે ઝડપથી રન દોડ્યો. આ દરમિયાન નીશમ વચ્ચે ઊભો હતો અને રાહુલને દોડતી વખતે પોતાનો રસ્તો બદલવો પડ્યો. આ દરમિયાન કેએલ રાહુલ રન આઉટ પણ થઈ શકતો હતો, તેથી તે રન લીધા બાદ નીશમની પાસે ગયો અને તેને વચ્ચે ન આવવાનું સૂચન કર્યું. ત્યારબાદ નીશમે કંઈક કહ્યું અને તે દરમિયાન કેએલ રાહુલ હસતાં-હસતાં તેની પાસે ગયો અને તેની છાતી પર હળવા હાથે મજાકમાં જ મુક્કો મારી દીધો.



નીશમે કરી સ્પષ્ટતા

કેએલ રાહુલ અને નીશમની વચ્ચે બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, ત્યારબાદ ન્યૂઝીલેન્ડના ઑલરાઉન્ડરે ટ્વિટ કરીને જણાવ્યું કે તેની અને રાહુલની વચ્ચે કંઈ ઝઘડો નહોતો થયો. તેણે કહ્યું કે બંને ખેલાડીઓએ પોતાની હદ પાર નહોતી કરી.


સાથોસાથ નીશમે એમ પણ લખ્યું કે કેએલ રાહુલ એપ્રિલ માટે પોતાના રન બચાવીને રાખે. નોંધનીય છે કે કેએલ રાહુલ અને જિમ્મી નીશમ આઈપીએલ (IPL)માં એક જ ટીમમાંથી રમતા જોવા મળશે. કેએલ રાહુલ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)નો કેપ્ટન છે, બીજી તરફ નીશમ પણ તેની ટીમનો હિસ્સો છે.

આ પણ વાંચો, ભારતીય ક્રિકેટર્સને મારવા માટે બેટ લઈને આવ્યો હતો બાંગ્લાદેશી ખેલાડી! જાણો મેચ બાદનો હાલ
First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर