આ બોલરની વિચિત્ર એક્શન દુનિયાભરમાં છવાઈ, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

કેવિન કોઠ્ઠિગોડા બોલિંગ કરતો.

કેવિન કોઠ્ઠિગોડાની એક્શન જેવી સામે આવી તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો

 • Share this:
  નવી દિલ્હી : ક્રિકેટમાં અનેક પ્રકારની બોલિંગ એક્શન જોવા મળી છે પરંતુ અબુ ધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગ (T10 League)માં એક બોલરની એક્શન ચર્ચાનો વિષય બની ગઈ છે. આ બોલરનું નામ છે કેવિન કોઠ્ઠિગોડા (Kevin Koththiigoda) અને તે ટી-10 લીગમાં બાંગ્લા ટાઇગર્સ (Bangla Tigers) તરફથી રમી રહ્યો છે. 21 વર્ષના આ શ્રીલંકાના બોલરની એક્શન પારંપરિક રીતથી અલગ છે અતે તે અનૉર્થોડૉક્સ રીતે બોલિંગ કરે છે. તેની એક્શન જેવી સામે આવી તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. કેવિન જ્યારે બોલિંગ કરે છે તો તેનું માથું જમીન તરફ ઝૂકી જાય છે અને ડાબો હાથ પીઠની પાછળ જતો રહે છે. બીજી તરફ, બોલ ફેંકનારો હાથ માથાની ઉપરથી ફરીને આવે છે. એવામાં તેનો બોલિંગ એક્શન ઘણી વિચિત્ર થઈ જાય છે.

  કોઠ્ઠિગોડાની એક્શન બેટ્સમેનોને કોઈ મુશ્કેલી ઊભી ન કરી શકી. તેને બે ઓવરની સ્પેલમાં 22 રન આપ્યા અને કોઈ વિકેટ પણ ન મળી. બાંગ્લા ટાઇગર્સે આ મેચમાં ડેક્કન ગ્લેડિયટર્સને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.

  પહેલા બેટિંગ કરતાં બાંગ્લા ટાઇગર્સે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 108 રનનો સ્કોર ઊભો કરી દીધો. તેમના તરફથી કાલિંગ ઇંગ્રામે સૌથી વધુ 37 રન કર્યા. બીજી તરફ, રિલી રોસોએ 12 બોલમાં 26 રનની ઇનિંગ રમી.

  તેનો પીછો કરતાં ગ્લેડિયટર્સની ટીમે 1 બોલ બાકી હતો ત્યારે મેચ જીતી લીધી. શેન વૉટસનની 25 બોલમાં 41 રનની ઇનિંગના કારણે ગ્લેડિયટર્સની 6 વિકેટે જીત થઈ.

  આમ તો, કોઠ્ઠિગોડા પહેલો આવો બોલર નથી જેની એક્શન વિચિત્ર છે. તે પહેલાં પૉલ એડમ્સ, સોહૈબ તનવીર અને શિવિલ કૌશિક પણ એવા બોલર રહ્યા છે જેમની એક્શન અનૉર્થોડૉક્સ રહી છે. શિવિલ કૌશિક આઈપીએલથી ચર્ચામાં આવ્યો હતો. પૉલ એડમ્સ જ્યારે સામે આવ્યો હતો ત્યો તેના માટે 'ફ્રોગ એ બ્લેન્ડર ટર્મ' ઉપયોગમાં લેવામાં આવતી હતી.

  આ પણ વાંચો,

  ‘આ તો હાર્દિક પંડ્યાની ગાડી છે’, ગર્લફ્રેન્ડ સાથે ફરી રહ્યો છે પંડ્યા!, પ્રશંસકોએ આવી રીતે ઓળખ્યા
  ધોની ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આવી રીતે તૈયારી કરી રહ્યો છે, બહાર આવ્યો VIDEO
  Published by:Mrunal Bhojak
  First published: