ટીમ ઇન્ડિયાના પાર્ટ ટાઇમ સ્પિનર કેદાર જાધવમાં મહત્વની તક ઉપર વિકેટ લેવાની ક્ષમતા છે. તેમની આ સફળતાનો શ્રેય નેટ ઉપર વધારે બોલિંગ કરવા નથી દીધી. પગના તણાવમાંથી ઊભર્યા બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરનાર ઝાધવે બુધવારે પાકિસ્તાન સામે એશિયા કપ મુકાબલામાં ત્રણ વિકેટો લીધી હતી.
ભારતની તરફથે 42 વનડે ઇન્ટરનેશનલ રમેલા જાધવે કહ્યું હતું કે, " હું નેટ્સ ઉપર વધારે બોલિંગ નથી કરતો. પ્રામાણિક પણે કહું તો મેચ પહેલા પ્રેક્ટિસમાં જ કેટલીક ઓવરો ફેકું છું. મને લાગે છે કે, જો પ્રેક્ટિસ સમયે બોલિંગ ઉપર કામ કરું તો આમાં કઇ અલગ વસ્તુઓ છે એ ખતમ થઇ જાય. એટલા માટે હું મારી સીમામાં રહું છું."
આ સાથે જાધવે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એમએસ ધોનીએ 2016માં ન્યૂઝિલેન્ડ સામે તેના હાથમાં લોબ પકડાવ્યો તો તેની અંદરનો બોલર બહાર આવ્યો હતો. તેણે કહ્યું કે, "ધોનીભાઇએ જ્યારે ન્યૂઝીલેન્ડ સામે એ સમયે મને બોલિંગ કરવા માટે કહ્યું તો મારું આખુ જીવન બદલાઇ ગયું"
વિકેટ મેળવવાની ક્ષમતા વિશેનું કારણ પૂછતા તેમણે કહ્યું હતું કે, "આપણે એવું જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેની આપણી પાસે આશા રાખવામાં આવે છે. દરેક દિશામાં બોલિંગ કરવી, જ્યારે બેટ્સમેન સર્કલમાં હોય છે તો દબાણ બનાવી રાખવું. જો આપણે પ્રક્રિયા ઉપર કાયમ રહીયે છીએ તો પરિણામ એની મેળે જ મળી જાય છે. મને આલે છે કે એજ થઇ રહ્યું છે."
તેણે વધુમાં જણાવ્યું હતું કે, "એપ્રિલમાં સર્જરી પછી ફિટનેસ પ્રક્રિયામાં ફેરફારથી તેને વધારે સારો ક્રિકેટર બનવામાં મદદ મળી હતી. મને લાગે છે કે સર્જરી બાદ મારી ફિટનેશમાં સુધારો આવ્યો છે અને છેલ્લા ચાર મહિનામાં મેં ટ્રેનિંગ અને ફિટનેસ વિશે ગણું શિખ્યું છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર