Home /News /sport /'રેસ 4'માં કામ કરશે કેદાર જાધવ, રોહિત શર્માએ કર્યો ખુલાસો!

'રેસ 4'માં કામ કરશે કેદાર જાધવ, રોહિત શર્માએ કર્યો ખુલાસો!

કેદાર જાધવ ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસકેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ વીડિયોથી કર્યો ખુલાસો

ન્યૂઝ18 ગુજરાતી : ક્રિકેટર કેદાર જાધવ ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મ 'રેસ 4'માં જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના વાઇસકેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ વીડિયો દ્વારા તેનો ખુલાસો કર્યો છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પોતાની બીજી વોર્મ અપ મેચ માટે જતી વખતે બસમાં રોહિતે આ વીડિયો બનાવ્યો. તેમાં તેની સાથે રવિન્દ્ર જાડેજા અને કેદાર જાધવ પર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રોહિતે જણાવ્યું કે રોહિત 'રેસ 4'માં એક્ટિંગ કરી શકે છે.

રોહિતે વીડિયોની શરૂઆત કરતાં સૌથી પહેલા રવિન્દ્ર જાડેજાને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ વોર્મ અપ મેચમાં અડધી સીદી રમવાની શુભેચ્છા આપી. ત્યારબાદ તેણે જાધવને 'રેસ 4' વિશે વાત કહી. રોહિતે કહ્યું કે, જડ્ડૂની બાજુમાં બેઠા છે 'રેસ 4'ના એક્ટર. કેદાર, અમે સાંભળ્યું છે કે 'રેસ 4'માં ઓફર આવી છે, સ્પેશલ અપરિયન્સ માટે કે બીજું કંઈ?

તેના જવાબમાં કેદાર જાધવે કહ્યું કે, હા, અત્યાર સુધી ફાઇનલાઇઝ નથી થયું. અમે લોકો વાત કરી રહ્યા છીએ તેની પર. આશા છે કે ચાર મહિના બાદ તમારા લોકો માટે સરપ્રાઇઝ હોય. રોહિતે કહ્યું કે, જી બિલકુલ. અમે તેની રાહ જોઈશું. તેના માટે શુભેચ્છાઓ.








View this post on Instagram





Bus drives are fun! PS - listen carefully! @kedarjadhavofficial @royalnavghan


A post shared by Rohit Sharma (@rohitsharma45) on




આ પણ વાંચો, સચિન અને વિરાટના પ્રશંસકને ઇંગ્લેન્ડમાં મળશે ખાસ સન્માન

નોંધનીય છે કે, અત્યાર સુધી 'રેસ 4' ફિલ્મને લઈ કોઈ ઓફિશિયલ નિવેદન નથી આવ્યું. સાથોસાથ તેમાં કેદાર જાધવ જોડાવા વિશે પણ 'રેસ' ફિલ્મની ફ્રેન્ચાઇઝના નિર્માતાઓએ કોઈ નિવેદન નથી આપ્યું. રેસ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ 2008માં આવી હતી જેમાં સૈફ અલી ખાન, બિપાશા બાસુ, અક્ષય ખન્ના, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. 2012માં 'રેસ 2' રિલીઝ થઈ હતી. તેમાં જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતો. સલમાન ખાન, જેક્લીન ફર્નાન્ડિસ, બોબી દેઓલની મુખ્ય ભૂમિકામાં 'રેસ 3' ગયા વર્ષે રિલીઝ થઈ હતી.

કેદાર જાધવ અને રોહિત શર્મા બંને મહારાષ્ટ્રના રહેવાસી છે. જોકે, કેદાર મહારાષ્ટ્ર અને રોહિત મુંબઈ રણજી ટીમ તરફથી રમે છે.


ઉલ્લેખનીય છે કે, કેદાર જાધવ સુપરસ્ટાર સલમાન ખાનનો બહુ મોટો ફેન છે. તેણે વનડેમાં પોતાની પહેલી સદી કર્યા બાદ સલમાનના દબંગ ગીતની જેમ ડાન્સ કરીને ઉજવણી કરી હતી. ત્યારબાદ થોડા દિવસ પહેલા જ્યારે તે એક વેબ શોમાં જોવા મળ્યો હતો ત્યારે પણ તેણે જણાવ્યું હતું કે તે સલમાન ખાનનો મોટો ફેન છે.
First published:

Tags: ICC Cricket World Cup 2019, Kedar Jadhav, ક્રિકેટ, ભારતીય ક્રિકેટ ટીમ, રોહિત શર્મા, સ્પોર્ટસ