કપિલ દેવે પોતાના મોતની અફવાઓને ફગાવી, જાહેર કર્યો વીડિયો

કપિલ દેવે પોતાના મોતની અફવાઓને ફગાવી, જાહેર કર્યો વીડિયો
કપિલ દેવે વીડિયોમાં કહ્યું, હું કપિલ દેવ બોલી રહ્યો છું, 11 નવેમ્બરે બાર્કલે પરિવારની સાથે પોતાની કહાણી શૅર કરીશ

કપિલ દેવે વીડિયોમાં કહ્યું, હું કપિલ દેવ બોલી રહ્યો છું, 11 નવેમ્બરે બાર્કલે પરિવારની સાથે પોતાની કહાણી શૅર કરીશ

 • Share this:
  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં ફેક ન્યૂઝ (Fake News)ને લઈ તકેદારી રાખવાની જરૂર છે. સોમવારે અફવા ફેલાઈ ગઈ કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil Dev)નું મોત થઈ ગયું છે. જોતજોતામાં આ ખોટા સમાચાર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયા. એવામાં આ અફવાઓને ફગાવવા માટે કપિલ દેવને પોતે જ એક વીડિયો જાહેર કરવો પડ્યો છે. નોંધનીય છે કે, ગયા મહિને કપિલ દેવને હૃદયરોગનો હુમલો થયો હતો. ત્યારબાદ તેમને દિલ્હીની ફોર્ટિસ એસકોર્ટ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસ બાદ જ તેમને 25 ઓક્ટોબરે હૉસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી.

  કપિલ દેવે વીડિયોમાં શું સંદેશ આપ્યો?  કપિલ દેવે 21 સેકન્ડનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેઓ બિલકુલ ફિટ જોવા મળી રહ્યા હતા. તેઓએ આ વીડિયોમાં એક પ્રાઇવેટ બેન્કના એક ખાસ કાર્યક્રમમાં વાતચીતનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે, હું કપિલ દેવ બોલી રહ્યો છું. હું 11 નવેમ્બરે બાર્કલે પરિવારની સાથે પોતાની કહાણી શૅર કરીશ, કેટલાક ક્રિકેટથી જોડાયેલી કહાણીઓ, કેટલીક યાદો. તહેવારોની સીઝન ચાલી રહી છે તેથી તૈયાર થઈ જાઓ સવાલ-જવાબની સાથે.

  અફવાઓનું બજાર ગરમ

  સોમવારે સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું હતું કે, 61 વર્ષીય કપિલ દેવને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોએ એવું પણ કહેવાનું શરૂ કરી દીધું કે તેમનું નિધન થઈ ગયું છે. કપિલના પૂર્વ સાથી ખેલાડી મદનલાલે ટ્વીટર પર પર આ અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી. તેઓએ લખ્યું કે, તેમના મિત્રના સ્વાસ્થ્ય અને સલામતીને લઈ જે અટકળો ચાલી રહી છે તે અસંવેદનશીલ અને બિન જવાબદાર છે. કપિલ દેવ દિવસો પસાર થતાં સાજા થઈ રહ્યા છે.

  આ પણ વાંચો, IPL 2020: દિલ્હી કેપિટલ્સના આ માસ્ટર સ્ટ્રોકે બેંગલોરને હરાવ્યું, RRને પણ થશે પસ્તાવો!

  આ અફવા છે...

  કપિલ દેવના નિકટતમ લોકો એ વાતતી ગુસ્સે અને હેરાન હતા કે લોકોએ તેમની મોતની ખબર ફેલાવી દીધી. એક સૂત્રએ કહ્યું કે, દરેક જગ્યાએ નેગેટિવ લોકો હોય છે. વીડિયો સોમવારે બનાવવામાં આવ્યો છે. અફવાઓ ફેલાયા બાદ, બેન્કની સાથે વાતચીત ઓનલાઇન થશે.

  આ પણ વાંચો, ઘરે લઈ આવો 1,555 રૂપિયામાં સૌથી વધુ માઇલેજ આપતી બાઇક, મળી રહી છે 3 ઓફર્સ

  એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી

  કપિલ દેવને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. કપિલ દેવને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. ડૉક્ટરોએ તાત્કાલિક કપિલ દેવને આઇસીયૂમાં દાખલ કર્યા અને ત્યારબાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ત્યારબાદ કપિલ દેવે પોતે હૉસ્પિટલથી પોતાની તસવીર શૅર કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published:November 03, 2020, 11:58 am

  ટૉપ ન્યૂઝ