ક્યારેક મેદાનમાં પાણી પીવડાવતો હતો આ બેટ્સમેન, હવે છે IPLમાં રનોનો બેતાજ બાદશાન

 • Share this:
  ઈન્ડીયન પ્રિમિયર લીગની 11મી સિઝનમાં કેન વિલિયમ્સને પોતાની બેટિંગથી તમામ લોકોનું દિલ જીતી લીધુ છે. છેલ્લી 3 સિઝનમાં મેદાન કરતા વધારે બેંચ પર દેખવામાં આવેલ કેન વિલિયમ્સને આ વર્ષે એ સાબિત કરી દીધુ કે, તે ટેસ્ટ, વન ડે સાથે ટી-20 ક્રિકેટના પણ ધુરંધર છે.

  કેન વિલિયમ્સને ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ ફાઈનલ મેચમાં 36 બોલમાં 47 રનની શાનદાર પારી રમી. આ દરમ્યાન તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા પણ લગાવ્યા. કેન વિલિયમ્સન આ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે.  કેન વિલિયમ્સને 17 મેચમાં 735 રન બનાવ્યા છે, અને હવે તેમનો ઓરેન્જ કેપ પર કબ્જો પાક્કો તઈ ગયો. કેન વિલિયમ્સન બાદ બીજા નંબર પર અંબાતી રાયડૂ છે, પરંતુ તેમના અને વિલિયમ્સનના વચ્ચે 149 રનનું અંતર છે.

  વિલિયમ્સન આઈપીએલ ઈતિહાસનો 5મો એવો બેટ્સમેન છે, જેણે 700થી વદારે રન બનાવ્યા છે. વિલિયમ્સન સિવાય વિરાટ કોહલી, ડેવિડ વોર્નર, ક્રિસ ગેઈલ અનમે માઈકલ હસી પણ આ કમાલ કરી ચુક્યા છે.

  કેન વિલિયમ્સને આ સિઝનમાં 142.44ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તેમના નામે સૌથી વધારે 8 અડધીસદી છે.
  Published by:kiran mehta
  First published: