જોફ્રા આર્ચરને 3 વર્ષ પહેલા જ હતો ભારત લૉકડાઉનનો અંદાજ! પ્રશંસકોએ કહ્યું- તમે ભગવાન છો

News18 Gujarati
Updated: March 25, 2020, 9:31 AM IST
જોફ્રા આર્ચરને 3 વર્ષ પહેલા જ હતો ભારત લૉકડાઉનનો અંદાજ! પ્રશંસકોએ કહ્યું- તમે ભગવાન છો
ઈંગ્લેન્ડના બોલર આર્ચરે વર્ષ 2017માં 23 આક્ટોબરે ટ્વિટ કર્યું હતું કે, ઘર પર ત્રણ સપ્તાહ પૂરતા નહીં રહે

ઈંગ્લેન્ડના બોલર આર્ચરે વર્ષ 2017માં 23 આક્ટોબરે ટ્વિટ કર્યું હતું કે, ઘર પર ત્રણ સપ્તાહ પૂરતા નહીં રહે

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાભરમાં મહામારીની જેમ ફેલાઈ ચૂકેલા કોવિડ-19 (COVID-19)  વાયરસે લગભગ તમામ દેશોને લૉકડાઉન કરવા મજબૂર કરી દીધા છે. ભારતમાં પણ સ્થિતિની ગંભીરતાને જોતાં આગામી 21 દિવસો માટે સમગ્ર દેશને લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરિમયાન ઈંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) નું એક ટ્વિટ ફરી એક વાર વાયરલ થઈ રહ્યું છે, જેનાથી એવું લાગી રહ્યું છે જાણે કે તેને આ સ્થિતિ વિશે પહેલાથી જ અંદાજો હતો. તેણે ત્રણ વર્ષ પહેલા કરેલા ટ્વિટમાં કંઈક એવું લખ્યું હતું જે આજના સમયમાં ભારતની સ્થિતિ પર બિલકુલ બંધ બેસે છે.

આર્ચરનું ત્રણ વર્ષ જૂનું ટ્વિટ વાયરલ થયું

24 વર્ષીય આર્ચરે વર્ષ 2017માં 23 આક્ટોબરે ટ્વિટ કર્યું હતું, ઘર પર ત્રણ સપ્તાહ પૂરતા નથી રહે. ત્રણ વર્ષ પહેલા કરવામાં આવેલા આ ટ્વિટને ક્રિકેટના પ્રશંસકો ભારતમાં લૉકડાઉન સાથે જોડી રહ્યા છે.તેનું આ ટ્વિટ વાયરલ થતાં જ પ્રશંસકોએ આર્ચરને ભગવાન કહેવાનું શરૂ કરી દીધું અને લખ્યું કે આ બોલર ભવિષ્ય જોઈ શકે છે.તેના એક દિવસ પહેલા જ આર્ચરનું વધુ એક ટ્વિટ વાયરલ થયું હતું જેને કોરોના વાયરસની આ મહામારીની સોથ જોડીને જોવામાં આવી રહ્યું હતું.

24 વર્ષીય આર્ચરે વર્ષ 2014માં 20 ઓગસ્ટે એક ટ્વિટ કર્યું હતું કે એક દિવસ આવશે, જ્યારે ભાગવા માટે કોઈ સ્થળ નહીં બચે.

આ પણ વાંચો, કોરોના સામે ભારત કેવી રીતે લડશે? 84 હજાર લોકો માત્ર એક આઇસોલેશન બૅડ

વર્લ્ડ કપ દરમિયાન વાયરલ થયું હતું ટ્વિટ

ઈંગ્લેન્ડમાં યોજાયેલા આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન પણ આર્ચરનું જૂનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આર્ચરે વરસાદ અને સુપર ઓવરને લઈ 2014માં જ કંઈક ટ્વિટ કર્યું હતું જે તે સમયની મેચોની સ્થિતિ સાથે બંધ બેસતું હતું. આર્ચર ઈંગ્લેન્ડ માટે 7 ટેસ્ટ, 14 વનડે, 1 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તે વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડનો સૌથી મહત્વપૂર્ણ બોલર પુરવાર થયો હતો જેણે ટીમને કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

આ પણ વાંચો, કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?
First published: March 25, 2020, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading