PM Modiએ કરી દીવા પ્રગટાવવાની અપીલ, જોફ્રા આર્ચરની 6 વર્ષ જુની ભવિષ્યવાણી થઈ સાચી!

News18 Gujarati
Updated: April 3, 2020, 7:10 PM IST
PM Modiએ કરી દીવા પ્રગટાવવાની અપીલ, જોફ્રા આર્ચરની 6 વર્ષ જુની ભવિષ્યવાણી થઈ સાચી!
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું ટ્વીટ વાયરલ થઈ ગયું

તેના ફેન્સ તો તેને ભવિષ્યવાણી કરનાર બતાવવા લાગ્યા છે. આર્ચરના ટ્વીટ વર્લ્ડ કપ દરમિયાન ખુબ ચર્ચામાં આવ્યા હતા

  • Share this:
નવી દિલ્હી : આ સમયે પુરી દુનિયા કોરોના વાયરસ (Coronavirus) જેવી ખતરનાક મહામારીથી લડી રહી છે. ભારતમાં પણ આના મામલા દિવસેને દિવસે વધી રહ્યા છે, જેના ચાલતા દેશને 21 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ મહામારીથી લડવા માટે દેશને એકજૂટ કરવા અને તમામ લોકોનો ઉત્સાહ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 5 એપ્રિલ રાત્રે નવ કલાકે 9 મિનિટ માટે ઘરની લાઈટો બંધ કરી દીવો, બેટરી વગેરેથી દેશને રોશન કરવાનો આગ્રહ કર્યો છે. તેમની આ અપીલના તુરંત બાદ જ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું ટ્વીટ વાયરલ થઈ ગયું છે. જેેન પીએમ મોદીની અપીલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

આર્ચરે 12 માર્ચે 2014ના રોજ એક ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે, સળગાવો. તેના આ ટ્વીટને પીએમ મોદીની અપીલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જોકે, આવું પહેલી વખત નથી બન્યું કે, આર્ચરનું કોઈ જુનુ ટ્વીટ કોઈ ઘટના પર સટીક બેઠુ હોય. આ રહેલા પણ તેના વર્ષો જુના ટ્વીટ કોઈ દુર્ઘટના, ઘટનામાં વાયરલ થયેલા છે.

આ કારણથી તેના ફેન્સ તો તેને ભવિષ્યવાણી કરનાર બતાવવા લાગ્યા છે. તેનું આ ટ્વીટ વાયરલ થતા તેના ભારતીય પ્રશંસકોએ વિચિત્ર પ્રશ્નો પુછવાનું શરૂ કર્યું છે. એક ફેને તેને પુછ્યું કે, તે કરોડપતિ ક્યારે બનશે. એક ફેને કહ્યું કે, જોફ્રા આર્ચરે જગતની દરેક સ્થિતિ પર ટ્વીટ કર્યું છે.

આ પહેલા તેનું ત્રણ અઠવાડીયા પહેલાનું ટ્વીટ વાયરલ થયું હતું કે ઘરમાં ત્રણ અઠવાડીયા રહેવું પર્યાપ્ત નહીં હોય અને તેના આ ટ્વીટને ભારતમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન સાથે જોડીને જોવામાં આવ્યું હતું. આર્ચરના ટ્વીટ વર્લ્ડ કપ દરમિયાન ખુબ ચર્ચામાં આવ્યા હતા. ગત વર્ષે થયેલો વર્લ્ડ કપ વરસાદથી પ્રભાવિત રહ્યો, તો ખિતાબી મુકાબલો સુપર ઓવરમાં ગયો. આ સંબંધિત પણ આર્ચર દ્વારા 2014માં કરવામાં આવેલા ટ્વીટ ખુબ વાયરલ થયા હતા.
First published: April 3, 2020, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading