નવી દિલ્હી. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને સ્પોર્સ્- એન્કર સંજના ગણેશન (Sanjana Ganesan)15 માર્ચ, 2021ના રોજ ગોવા (Goa)માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેની અનંત કારજની વિધિ ગુરુદ્વારામાં યોજવામાં આવી. આ સ્ટાર બોલર અને સંજના ગણેશને સોશિયલ મીડિયા (Social Media) પર લગ્નની કેટલીક તસવીરો શૅર કરીને તેની જાણકારી આપી. આ બંનેની સાથે જ સોશિયલ મીડિયા પર આ કપલની લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ (Viral Photos) થઈ રહ્યા છે.
લગ્નની વિધિ ઉપરાંત બુમરાહ અને સંજનાની હલ્હી, મહેંદી અને સંગીતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશનના લગ્નના અહેવાલો મીડિયામાં ચાલી રહ્યા હતા. જસપ્રીત અને સંજનાએ પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પ્રશંસકોને આપી. તેઓએ જણાવ્યું કે આજથી તેમના જીવનની એક નવી યાત્રા શરૂ થઈ ગઈ છે. આ તેમના જીવનના સૌથી ખુશી દિવસ પૈકીનો એક છે.
બુમરાહ અને સંજનાએ ઇન્ટાીવગ્રામ પર લખ્યું કે , પ્રેમથી પ્રેરિત થઈને અમે એક સાથે એક નવી યાત્રા શરૂ કરી છે. આજે અમારા જીવનના સૌથી ખુશ દિવસ પૈકીનો એક છે અને અમે અમારા લગ્નના સમાચાર અને અમારી ખુશી આપની સાથે શૅર કરતાં ખૂબ ધન્ય અનુભવી રહ્યા છીએ.
સંજના ગણેશન ICC World Cup 2019ને પણ કવર કરી ચૂકી છે. સંજના ગણેશને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. જોકે તેણે મોડલિંગ તરફ પ્રયાણ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી હતી. સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્સ્ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનું ટાઇટલ પણ જીત્યું હતું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર