જસપ્રીત બુમરાહે સંજના ગણેશનની સાથે શૅર કરી નવી PIC, પ્રશંસકો થયા આફરીન

જસપ્રીત બુમરાહે શૅર કરી રિસેપ્શનની તસવીરો (Jasprit Bumrah/Instagram)

જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશને ઈન્સ્ટાગ્રામ પર પોતાના રિસેપ્શનની તસવીરો શૅર કરી પ્રશંસકોને આપ્યો આ સંદેશ

  • Share this:
    નવી દિલ્હી. ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન (Sanjana Ganesan) હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેએ 15 માર્ચે ગોવામાં એક અંગત સમારોહમાં લગ્ન અને ગુરુદ્વારામાં અનંત કારજની વિધિ કરી હતી. બુમરાહ અને સંજનાએ લગ્ન બાદ પોતાની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શૅર કરી પ્રશંસકોને ખુશખબર આપી હતી. લગ્ન બાદ આ બંનેની મહેંદી, હલ્દી અને સંગીત સેરેમનીની અનેક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થયા. બુમરાહ અને સંજનાએ લગ્ન બાદ હવે પોતાના રિસેપ્શનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

    જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામથી પોતાના રિસેપ્શનની તસવીરો શૅર કરી પ્રશંસકોને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા માટે ધન્યવાદ કહ્યા છે. આ પહેલા પોતાની લગ્નની જાણકારી આપતા બુમરાહ અને સંજનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, પ્રેમથી પ્રેરિત થઈને અમે એક સાથે એક નવી યાત્રા શરૂ કરી છે. આજનો દિવસ અમારા જીવનના સૌથી ખુશી દિવસ પૈકીનો એક છે અને અમે અમારા લગ્નના સમાચાર અને પોતાની ખુશી આપની સાથે શૅર કરતાં ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ.








    View this post on Instagram






    A post shared by jasprit bumrah (@jaspritb1)




    આ પણ વાંચો, IND Vs ENG: ઈંગ્લેન્ડની વિરુદ્ધ ભારતની વનડે ટીમનું એલાન, કૃણાલ-કૃષ્ણાને મળ્યું સ્થાન

    જસપ્રીત બુમરાહે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામથી સંજના ગણેશન સાથેની બે તસવીરો શૅર કરીને લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસ જાદુથી ઓછા નથી. અમે સૌ આપના પ્રેમ અને ઈચ્છાઓ માટે ખૂબ આભારી છીએ. ધન્યવાદ. રિસેપ્શન પ્રસંગે જસપ્રીત બુમરાહે કાળા રંગનો સૂટ અને સંજના ગણેશને પર્પલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.


    બીજી તરફ, સંજના ગણેશને પણ રિસેપ્શનની બે તસવીરો શૅર કરતાં લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી અમારી પર વરસી રહેલા પ્રેમથી અભિભૂત છીએ. અમે એક ખૂબ જ ઉત્સાહ સાથે આપના સંદેશ અને શુભકામનાઓ વાંચી રહ્યા હતા. ધન્યવાદ.

    આ પણ વાંચો, IND vs END 4th T20I: ટીમ ઈન્ડિયાની જીતના 5 મોટા કારણ, બે બોલમાં પલટાઈ ગયું મેચનું પાસું

    નોંધનીય છે કે, સંજના ગણેશન ICC World Cup 2019ને પણ કવર કરી ચૂકી છે. સંજના ગણેશને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. જોકે તેણે મોડલિંગ તરફ પ્રયાણ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી હતી. સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્સ્ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનું ટાઇટલ પણ જીત્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published: