મિસ્ટ્રી બની બુમરાહની દુલ્હન! સાઉથની એક્ટ્રેસ બાદ સામે આવ્યું મયંતી લેંગરની ફ્રેન્ડનું નામ

મિસ્ટ્રી બની બુમરાહની દુલ્હન! સાઉથની એક્ટ્રેસ બાદ સામે આવ્યું મયંતી લેંગરની ફ્રેન્ડનું નામ
સંજના ગણેશન સ્પોર્ટ્સ પ્રેઝન્ટર છે. (તસવીર ક્રેડિટ- Sanjana Ganesan Instagram)

અહેવાલો મુજબ જસપ્રીત બુમરાહ સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશનની સાથે ગોવામાં સાત ફેરા લેશે

 • Share this:
  નવી દિલ્હી. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) હાલના દિવસોમાં ચર્ચામાં રહે છે. મૂળે બુમરાહે ઈંગ્લેન્ડની વિરુદ્ધ અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ બાદ ચોથી મેચ માટે રજા લીધી હતી. ત્યારબાદથી જ અહેવાલો વહેતા થયા છે કે બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. પરંતુ હવે તેની થનારી દુલ્હનને લઈ તમામ પ્રશંસકોમાં મિસ્ટ્રી ઊભી થઈ ગઈ છે. બુમરાહના પ્રશંસકો પહેલા સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન (Anupama Parameswaran) સાથે બુમરાહનું નામ જોડી રહ્યા હતા.

  મૂળે, બુમરાહે રજાઓ લીધાના સમાચાર સામે આવ્યાના થોડા સમયમાં જ અનુપમાએ પણ રજાઓ લીધી હતી અને તે રાજકોટ માટે રવાના થઈ ગઈ. ત્યારબાદ એવા સમાચારો આવી રહ્યા હતા કે બુમરાહ અનુપમા સાથે સાત ફેરા લેશે. પરંતુ હવે સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ બુમરાહની સાથે સ્પોર્ટ્સ પ્રેઝન્ટરનું નામ જોડવામાં આવી રહ્યું છે. અહેવાલો મુજબ સંજના ગણેશન (Sanjana Ganesan)ની સાથે બુમરાહ ગોવામાં સાત ફેરા લેશે.  આ પણ વાંચો, જસપ્રીત બુમરાહ દક્ષિણની એક્ટ્રેસ સાથે લગ્ન કરશે? બંનેએ સાથે લીધો કામથી બ્રેક, આ છે પુરાવો

  સંજના ગણેશનની વાત કરીએ તો, તે એ યુવતીઓ પૈકીની એક છે જેનું નામ બુમરાહ સાથે ભૂતકાળમાં જોડાઈ ચૂક્યું છે. હવે આ ફાસ્ટ બોલરના પ્રશંસકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે બુમરાહ પોતે ઓફિશિયલ રીતે ક્યારે પોતાની દુલ્હનના નામની જાહેરાત કરે છે. જોકે News18 લગ્ન સાથે જોડાયેલા અહેવાલોની પુષ્ટિ નથી કરતું.

  આ પણ વાંચો, India vs. England: અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આવું કરનારો દુનિયાનો બીજો બોલર બન્યો

  ટીમ ઈન્ડિયાના સભ્યો બુમરાહના લગ્નમાં સામેલ નહીં થાય!

  સ્પોર્ટ્સકીડાના અહેવાલ મુજબ, બુમરાહ આ સપ્તાહે ગોવામાં લગ્ન કરી શકે છે. અહેવાલો મુજબ, બુમરાહ પોતાની માતા અને બહેનની સાથે પહેલા મુંબઈ જશે. કોરોનાના ખતરાને જોતાં લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. ત્યાં સુધી કે કોવિડ સંબંધિત પ્રતિબંધો અને બાયો બબલના કારણે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો પણ સમારોહમાં સામેલ નહીં થાય.
  Published by:Mrunal Bhojak
  First published:March 05, 2021, 12:13 pm

  ટૉપ ન્યૂઝ