અમદાવાદ. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ જ કારણથી તેને અંતિમ ટેસ્ટમાં નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુમરાહને ટી-20 સીરીઝ માટે પહેલા જ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ત્રણ મેચોની વનડે સીરીઝમાં પણ નહીં રમી શકે. બીસીસીઆઇ (BCCI) સૂત્રોના હવાલાથી સમાચાર એજન્સી એએનઆઇએ જણાવ્યું છે કે બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. એવામાં લગ્ન સાથે જોડાયેલી તૈયારીઓ માટે તેણે બ્રેક લીધો છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે લગ્ન ક્યારે અને ક્યાં થશે. માનવામાં આવી રહ્યું છે કે લગ્ન અમદાવાદ (Ahmedabad)માં જ થશે.
બુમરાહ સાથે જોડાયેલા સૂત્ર જણાવે છે કે આ ખેલાડી એક સપ્તાહની અંદર લગ્ન કરવાનો છે. એક સ્પોર્ટ્સ એન્કર (Sports Anchor) સાથે તેના લગ્ન ગોવા (Goa)માં યોજાવાના છે. જોકે તારીખને ગુપ્ત રાખવામાં આવી છે. ટીમ બાયો બબલ (Bio Bubble)માં છે, તેથી આ લગ્ન સમારોહમાં ટીમ ઈન્ડિયા (Team India)નું સામેલ થવું મુશ્કેલ છે. બુમરાહે ઈંગ્લેન્ડ (India Vs England)ની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં માત્ર બે મેચ રમી હતી. પહેલી ટેસ્ટ બાદ બીજી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહે અમદાવાદમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં વાપસી કરી હતી. ત્યારબાદ તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે BCCIએ કહ્યું હતું કે જસપ્રીત બુમરાહે અંગત કારણોનો હવાલો આપતાં ચોથી ટેસ્ટ પહેલા બોર્ડને આગ્રહ કર્યો હતો કે તેને રીલીઝ કરી દેવામાં આવે.
BCCIએ સ્પષ્ટ કર્યું હતું કે અંતિમ ટેસ્ટ માટે બુમરાહના સ્થાને કોઈ અન્ય ખેલાડીને સામેલ નહીં કરવામાં આવે. ભારતીય ટીમનો આ વર્ષે વ્યસ્ત કાર્યક્રમ છે. એવામાં બુમરાહ માટે ત્યારબાદ સમય કાઢવો મુશ્કેલ હતો.
ઈંગ્લેન્ડની સીરીઝ બાદ 11 એપ્રિલથી આઇપીએલ પ્રસ્તાવિત છે. પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ છે. જોકે ટીમ હજુ ફાઇનલમાં પહોંચી નથી, પરંતુ ટીમનું ફાઇનલમાં પહોંચવું લગભગ નક્કી છે. ત્યારબાદ ટીમને ઈંગ્લેન્ડની સામે 5 ટેસ્ટની સીરીઝ રમવાની છે. બાદમાં ઘરઆંગણે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપ પ્રસ્તાવિત છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર