સામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ

News18 Gujarati
Updated: July 3, 2020, 12:54 PM IST
સામે આવ્યો જસપ્રીત બુમરાહનો હમશક્લ, કરે છે આ કામ
લોકો ભૂલથી બુમરાહ સમજી લેતાં રાજ મિશ્રા અનેકવાર મુશ્કેલીમાં મૂકાયો, આવી થતી હાલત

લોકો ભૂલથી બુમરાહ સમજી લેતાં રાજ મિશ્રા અનેકવાર મુશ્કેલીમાં મૂકાયો, આવી થતી હાલત

  • Share this:
નવી દિલ્હીઃ ક્રિકેટમાં હમશક્લ કઈ નથી વાત નથી. વિરાટ કોહલી (Virat Kohli)થી લઈને સચિન તેંડુલકર (Sachin Tendulkar) સુધી, અનેક દિગ્ગજ ખેલાડીઓના હમશક્લની તસવીરો અને વીડિયો અનેકવાર વાયરલ થતા રહે છે. હવે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)નો હમશક્લ પણ મળી આવ્યો છે. નોંધનીય છે કે બુમરાહનો હમશક્લ પણ એક સ્પોર્ટ્સમેન છે.

જસપ્રીત બુમરાહનો હમશક્લ

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ના હમશક્લનું નામ રાજ મિશ્રા છે, જે હૈદરાબાદનો સ્ટેટ વૉકર છે. રાજ મિશ્રા (Raj Mishra)નો ચહેરો બિલકુલ બુમરાહને મળતો આવે છે અને તેને અનેકવાર લોકો ભૂલથી જસપ્રીત બુમરાહ સમજી બેઠા છે. રાજ મિશ્રાએ નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં તેલંગાનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાજ મિશ્રાના જણાવ્યા મુજબ તેની સાથે અનેકવાર એવું થયું છે જ્યારે લોકોએ તેને બુમરાહ સમજી લીધો અને પછી તેની માફી માંગી.

આ પણ વાંચો, શ્રીસંતનો ચોંકાવનારો ખુલાસોઃ મને આતંકીઓના વોર્ડમાં લઈ ગયા, 16-17 કલાક ટોર્ચર કરતા

રાજ મિશ્રાએ તેલંગાના ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અનેકવાર લોકો મને ઘૂરતાં રહે છે અને પછી મને બુમરાહ સમજી લે છે. ત્યારબાદ જ્યારે તેમને જાણ થાય છે કે હું તો બીજી કોઈ વ્યક્તિ છું ત્યારે માફી માંગે છે.

આ પણ વાંચો, ICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી મજબૂત દાવેદાર, આમની સાથે થશે ટક્કર!

રાજ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે હું 2019ની નેશનલ ગેમ્સમાં પાંચમાં નંબર પર રહ્યો હતો. મને આ વર્ષેના નેશનલ ગેમ્સનો ઇંતજાર છે. પરંતુ કોરોનાના કારણે મારી રણનીતિ પર પાણી ફરી વળ્યું. બુમરાહના હમશક્લ રાજ મિશ્રાએ જણાવ્યું કે કોરોના વાયરસના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે પરંતુ તેણે આ દરમિયાન પણ ક્યારેય પોતાની ટ્રેનિંગ છોડી નથી.
First published: July 3, 2020, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading