ભારતીય ક્રિકેટર્સને મારવા માટે બેટ લઈને આવ્યો હતો બાંગ્લાદેશી ખેલાડી! જાણો મેચ બાદનો હાલ

News18 Gujarati
Updated: February 10, 2020, 2:28 PM IST
ભારતીય ક્રિકેટર્સને મારવા માટે બેટ લઈને આવ્યો હતો બાંગ્લાદેશી ખેલાડી! જાણો મેચ બાદનો હાલ
બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ક્રિકેટર્સની સાથે ધક્કા-મુક્કી તો કરી, ઉપરાંત બેટ અને સ્ટમ્પ લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો

બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ક્રિકેટર્સની સાથે ધક્કા-મુક્કી તો કરી, ઉપરાંત બેટ અને સ્ટમ્પ લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો

  • Share this:
નવી દિલ્હી : ક્રિકેટ (Cricket)ને જેન્ટલમેન્સ ગેમ (Gentlemen's Game) કહેવામાં આવે છે. આપણે ક્રિકેટના મેદાન પર અનેક રમતની ભાવનાના ઉત્કૃષ્ટ દાખલા જોવા મળે છે. પરંતુ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ (Under 19 Cricket World Cup Final) મેચમાં ભારતીય ટીમ (Indian Team)ને ત્રણ વિકેટથી હરાવ્યા બાદ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનનારા બાંગ્લાદેશ (Bangladesh)ના ખેલાડીઓએ મેચ બાદ આ ભાવનાને ધોઈ નાખી. બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ક્રિકેટર્સની સાથે ધક્કા-મુક્કી તો કરી જ ઉપરાંત બેટ અને સ્ટમ્પ લઈને ભારતીય ખેલાડીઓ તરફ આક્રમક રીતે ધસી ગયા. આ તમામ ઘટના મેદાનની વચ્ચે જ પિચ પર મેદાનમાં હાજર અમ્પાયરોની સામે જ બની.

મેચ બાદ મેદાન પર શું થયું હતું?

જ્યારે બાંગ્લાદેશ ફાઇનલ મેચ જીતી ગયું તો તમામ ખેલાડી ઉજવણી કરવા માટે ભાગીને પિચ પર પહોંચી ગયા. પરંતુ તેમાંથી કેટલાક ખેલાડી ભારતીય ક્રિકેટર્સ પર વાંધાજનક કોમેન્ટ કરવા લાગ્યા. ભારતીય ખેલાડીઓએ તેની સામે વાંધો ઉઠાવ્યો. ત્યારબાદ બાંગ્લાદેશના ખેલાડી વધુ આક્રમક થઈ ગયા. તેનાથી મેદાન પર ખૂબ જ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું. બાંગ્લાદેશી ખેલાડી ભારતીય ક્રિકેટર્સ સાથે ધક્કા-મુક્કી કરવા લાગ્યા અને તેમને ગાળો બોલ્યા. આનાથી આગળ વધતાં કેટલાક ખેલાડીઓ તો બેટ અને સ્ટમ્પ લઈને ભારતીય ક્રિકેટર્સ તરફ ખૂબ જ આક્રમક રીતે ધસી પડ્યા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ પારસ મહામ્બ્રે ભારતીય ખેલાડીઓને શાંત કરાવીને અલગ લઈ જતાં જોવા મળ્યા.ભારતીય કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું, વ્યવહાર ખૂબ ગંદો હતો

મેચ બાદ ભારતના કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓનો ઘણો ગંદો વ્યવહાર હતો. નોંધનીય છે કે મેચમાં શરૂઆતથી જ બંને ટીમોની વચ્ચે ખેંચતાણ જોવા મળી. મેચની બીજી ઓવરમાં જ તંજીમ હસન સાકિબના થ્રો પર દિવ્યાંશ સક્સેના માંડ-માંડ બચી ગયો. એવું લાગી રહ્યું હતું કે સાકિબ જાણી જોઈને સક્સેનાના માથા પર હુમલો કરવા માંગતો હતો. આ ઉપરાંત ભારતીય બેટ્સમેનોને આઉટ થતાં બાંગ્લાદેશના બોલર સતત ગંદા ઈશારા પણ કરી રહ્યા હતા.બાંગ્લાદેશી કેપ્ટન અકબર અલીએ કહ્યું, માફી માંગું છું

બાંગ્લાદેશી કેપ્ટન અકબર અલીએ પોતાની ટીમના ખેલાડીઓ દ્વારા પ્રદર્શિત આક્રમકતા પર અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉંમરથી ઘણી વધારે પરિપક્વતા દર્શાવતા બાંગ્લાદેશી કેપ્ટન અકબરે કહ્યું કે, અમારા કેટલાક બોલર આવેશમાં આવી ગયા હતા અને ઉત્સાહિત થઈ ગયા હતા. મેચ બાદ જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું ભારતને અભિનંદન આપું છું. અકબરે કહ્યું કે, આ સપનું પૂરું થવા જેવું છે. અમે છેલ્લા બે વર્ષમાં ખૂબ મહેનત કરી છે અને આ તેનું જ પરિણામ છે.ભારતીય ટીમના મેનેજરે કહ્યું, આઈસીસી કડક કાર્યવાહી કરશે

બીજી તરફ, ભારતના ટીમ મેનેજર (Indian Team Manager) અનિલ પટેલ (Anil Patel)એ કહ્યું કે અમને ઘટનાની સ્પષ્ટ તસવીર નથી ખબર. જોકે, આઈસીસી એ ટીમ મેનેજમેન્ટને કહ્યું છે કે મેચ રેફરી મેચ બાદના ફુટેજ જોઈને જણાવશે કે હકીકતમાં શું થયું હતું. તેઓએ કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટ મેચ અધિકારીઓ સાથે વાત કરવા માંગતી હતું પરંતુ મેચ રેફરી જાતે અમારી પાસે આવ્યા અને ઘટના માટે માફી માંગી. આઈસીસીએ આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લીધો છે અને તેઓ તેની પર કડક કાર્યવાહી કરશે.આ પણ વાંચો, વર્લ્ડ કપ જીત્યા બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા સાથે કરી ધક્કા-મુક્કી, ગાળો બોલ્યા
First published: February 10, 2020, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading