ઈશાંતની લવ સ્ટોરી : પ્રતિમા આ કારણે ઈર્ષ્યા કરતી હતી, 6 વર્ષ બાદ કર્યા લગ્ન

ઈશાંત શર્મા પત્ની પ્રતિમા સિંહની સાથે (ફાઇલ તસવીર)

નેશનલ બાસ્કેટબોલ પ્લેયર પ્રતિમ સિંહ સાથે ઈશાંત શર્માની પહેલી મુલાકાત ક્યાં થઈ હતી?

 • Share this:
  નવી દિલ્હી : ભારતના ફાસ્ટ બૉલર ઈશાંત શર્મા (Ishant Sharma) મેદાન પર જેટલો અગ્રેસિવ છે તે પોતાના અંગત જીવનમાં એટલો જ શાંત અને રોમેન્ટિક છે. ઈશાંતે પોતાની લવસ્ટોરી (Love Story) વિશે વધુ વાત નથી કરી પરંતુ હાલમાં જ તેણે જણાવ્યું કે કેવી રીતે એક બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ દરમિયાન પ્રતિમા સિંહ (Pratima Singh)ને મળ્યા અને પછી લગ્ન કર્યા. ઈશાંતે જણાવ્યું કે તેની પત્ની તે ક્રિકેટર હોવાની ઈર્ષ્યા કરતી હતી પરંતુ બાદમાં બધું ઠીક થઈ ગયું.

  બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ઈશાંતને થયો પહેલી નજરનો પ્રેમ

  ઘણા ઓછા લોકોને ખબર હશે કે ઈશાંતની પત્ની પ્રતિમા ભારત માટે બાસ્કેટબોલ રમી ચૂકી છે. ઈશાંતના એક દોસ્તે બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ આયોજિત કરી હતી જેમાં ઈશાંતની પત્ની પ્રતિમા પોતાની ત્રણ બહેનોની સાથે આવી હતી, જેમાં ઈશાંત શર્મા મુખ્ય અતિથિ હતો. ઈશાંતને પહેલી નજરમાં પ્રતિમા પસંદ આવી ગઈ હતી અને તે ટૂર્નામેન્ટના બધા દિવસ ત્યાં પહોંચ્યો અને તેનો દોસ્ત ઈશાંતની દિલની વાત સમજી ગયો. ત્યારબાદ ધીમે-ધીમે ઈશાંતે પ્રતિમાની સાથે દોસ્તીની શરૂઆત કરી અને એક વર્ષ બાદ પોતાની દિલની વાત કહી. ઈશાંત ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યો હતો જ્યારે તેણે પ્રતિમાને કહ્યું કે તે ત્યાંથી પસાર આવીને પોતાના દિલની વાત પ્રતિમાને કરશે. બંનેએ પાંચ વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ 9 નવેમ્બર 2016ના રોજ લગ્ન કર્યા હતા.

  ઈશાંતે જણાવ્યું, કોણ છે પસંદગીનો કેપ્ટન

  ઈશાંત શર્માએ પોતાના આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેનો પસંદગીનો કેપ્ટન કોણ છે. ઈશાંત મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) અને વિરાટ કોહલી (Virat Kohli) બંનેની કેપ્ટન્સીમાં રમી ચૂક્યો છે. જ્યારે ઈશાંતને પૂછવામાં આવ્યું કે તેઓ કયા કેપ્ટને પસંદ કરે છે તો ઈશાંતે સવાલથી બચવાનો પ્રયાસ કર્યો. ઈશાંતે કહ્યું કે, ધોની અને વિરાટ બંને મારા પસંદના છે. હું કોઈ એકને ન પસંદ કરી શકું અને કોઈ કોન્ટ્રોવર્સી નથી ઊભી કરવા માંગતો.

  આ પણ વાંચો, ઈરફાન પઠાણના દીકરાની ઊંચાઈ માપી રહ્યો હતો સચિન તેંડુલકર, અચાનક પડ્યો જોરદાર મુક્કો  ઈશાંત શર્માને 96 ટેસ્ટ મેચોનો અનુભવ છે જેમાં તે 292 વિકેટ લઈ ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર પણ ઈશાંત શર્માએ 5 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 23 વિકેટ લીધી છે. છેલ્લા બે વર્ષના રેકોર્ડની વાત કરીએ તો ઈશાંત શર્માનું પ્રદર્શન ખૂબ જોરદાર રહ્યું છે. ઈશાંત શર્માએ 15 ટેસ્ટ મેચોમાં માત્ર 19.53ની સરેરાશથી 58 વિકેટ ઝડપી છે. બાંગ્લાદેશની વિરુદ્ધ એક ટેસ્ટ મેચમાં તો તેણે 78 રન આપીને 9 વિકેટ ઝડપી હતી.

  આ પણ વાંચો, હોળી વિશે સામે આવ્યું જસપ્રીત બુમરાહનું સત્ય, કહ્યું 'મિત્રોની સાથે રાતમાં...'
  Published by:Mrunal Bhojak
  First published: