નવી દિલ્હી : ઈંગ્લેન્ડ સામેની ટી -20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. મોટો સમાચાર એ છે કે, વિકેટકીપર ઇશાન કિશનને આ ટીમમાં તક મળી છે, જ્યારે મુંબઈના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાની પણ પસંદગી કરવામાં આવી છે. ઋષભ પંતની પણ ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટી -20 ટીમમાં વાપસી થઈ છે.
તમને જણાવી દઈએ કે, જસપ્રિત બુમરાહને ટી 20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે, તેની જગ્યા પર ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી થઈ છે. સંજુ સેમસનને 7 ટી -20 મેચોમાં 11.8 ની સરેરાશથી માત્ર 83 રન બનાવ્યા, જેથી સંજુ સેમસનની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી, અને પસંદગીકારોએ ઇશાન કિશનને તક આપી છે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવને પણ ટી 20 ટીમમાં સામેલ કરાયો નથી. ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી બહાર રહેલા વરૂણ ચક્રવર્તી પણ ફરીથી ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. અક્ષર પટેલ પણ ટી 20 ટીમમાં પરત ફર્યો છે. લેગ સ્પિનરો રાહુલ ચહર અને કૃણાલ પંડ્યા આ ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ટી -20 નો ઉત્તમ રેકોર્ડ હોવા છતાં મનીષ પાંડેને પણ ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો -
IPL: અત્યાર સુધીમાં લાગી 6100 કરોડની બોલી, 485 ભારતીય ક્રિકેટરોને મળ્યા 3400 કરોડ, બીજા નંબર પર કયો દેશ?
ઇંગ્લેન્ડ ટી 20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયા - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તીવેતીયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.
આ પણ વાંચો -
IPL 2021 Auction: જે ખેલાડી પર 28 કરોડ ખર્ચ કરવા તૈયાર હતો વિરાટ કોહલી, જેને કોઈએ ન ખરીદ્યો
ભારત-ઇંગ્લેંડ શ્રેણીનો કાર્યક્રમ
તમને જણાવી દઈએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ બાદ 5 મેચની ટી 20 સિરીઝ રમવાની છે. ટી 20 સીરીઝની તમામ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. ટી -20 શ્રેણી 12 માર્ચથી શરૂ થશે. બીજી ટી 20 - 14 માર્ચ, ત્રીજી ટી 20 - 16 માર્ચ, ચોથી ટી 20 - 18 માર્ચ, પાંચમી ટી -20 મેચ - 20 માર્ચે રમાશે. આ પછી 23 માર્ચે ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમાશે.