નવી દિલ્હી. અમદાવાદ ટેસ્ટ (Ahmedabad Test)માં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી (India Beat England) દીધું છે. જોકે ભારત (Team India)ની જીત કરતાં વધુ ચર્ચા એ વાતની છે કે મેચ માત્ર બે દિવસમાં ખતમ થઈ ગઈ. સાથોસાથ રમતના બીજા દિવસે 17 વિકેટ પડી. સમગ્ર ટેસ્ટ મેચમાં 30માંથી 28 વિકેટ સ્પિન બોલરોને મળી. મેચ ખતમ થયા બાદ અનેક દિગ્ગજ ખેલાડીઓએ આ પિચ પર સવાલ ઊભા કર્યા છે. યુવરાજ સિંહ, હરભજન સિંહ, વીવીએસ લક્ષ્મણે આ પિચને ખરાબ ગણાવી. બીજી તરફ પુર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ પિચ પર બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને દોષ આપ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root)એ કહ્યું કે અમદાવાદની પિચ (Ahmedabad Pitch) બરાબર હતી કે ખરાબ હતી તે આઇસીસી નક્કી કરશે. આવો આપને જણાવીએ કે આઇસીસીના પિચને લઈ શું નિયમ છે. કેવી પિચને ખરાબ ગણવામાં આવે છે? જો પિચ ખરાબ હોય તો શું સજા ફટકારવામાં આવે છે?
ICCના વેબસાઇટ મુજબ પિચ એક એવો ટ્રેક હોય છે જ્યાં બોલ અને બેટની વચ્ચે સંતુલિત મુકાબલો ન હોય. વેબસાઇટ મુજબ, જો પિચ બેટ્સમેનોને વધુ મદદગાર હોય અને બોલરોને જરા પણ મદદ ન મળી રહી હોય કે પછી પિચમાં વધુ સ્પિન કે સીમ હોય અને બેટ્સમેનોને રન કરવાની તક ન મળી રહી હોય તો તેને ખરાબ પિચ કહેવામાં આવે છે. જો પિચમાં સ્પિનર્સને વધારે પડતી મદદ મળી રહી હોય તો પણ ખરાબ પિચની શ્રેણીમાં આવે છે. ભારતીય ઉપમહાદ્વિપમાં પહેલા દિવસે થોડાક ડિગ્રી સુધી બોલ ફરવા લાગે છે પરંતુ તેની સાથે અસમાન ઉછાળ મંજૂર નથી.
વર્ષ 2018માં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે જોહનસબર્ગ ટેસ્ટ મેચની પિચને ખરાબ શ્રેણીમાં રાખવામાં આવી હતી. રમતના ત્રીજા દિવસે અસમાન ઉછાળના કારણે આ પિચ પર સવાલ ઊભા થયા હતા અને રમતને રોકવી પણ પડી હતી. વર્ષ 2017માં ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે પુણે ટેસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી પિચને પણ ખરાબ કરાર કરવામાં આવી હતી જ્યારે તેની પર સ્ટીવ સ્મિથે સદી પણ ફટકારી હતી અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ચાર વિકેટ પણ ઝડપી હતી. જો અમદાવાદ ટેસ્ટની વાત કરીએ તો અહીં ફાસ્ટ બોલરોને 30માંથી 2 વિકેટ મળી. 28 વિકેટ સ્પિનર્સે લીધી અને 17 વિકેટ તો એક જ દિવસમાં પડી ગઈ. હવે ICC તેને ખરાબ પિચ કરાર કરે છે કે નહીં એ તો ટૂંક સમયમાં જાણવા મળશે.
ખરાબ પિચ પુરવાર થાય છે તો મેજબાન સ્થળ પર બે વર્ષ સુધીનો પ્રતિબંધ લાગી શકે છે. જો કોઈ સ્ટેડિયમ પાંચ ડીમેરિટ પોઇન્ટ સુધી પહોંચી જાય છે તો ICC તેની માન્યતા 12 મહિના એટલે કે એક વર્ષ સુધી રદ કરે છે. બીજી તરફ 10 ડીમેરિટ પોઇન્ટ પર બે વર્ષ સુધી તે સ્ટેડિયમમાં મેચ નથી યોજાતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર