ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’

ઈરફાન પઠાણની પત્નીની તસવીરને લઈ ઊભો થયો વિવાદ (Photo: Irfan Pathan Twitter)

ઈરફાન પઠાણની પત્નીની સફાની એક તસવીર વાયરલ થઈ છે જેમાં તેમનો ચહેરો બ્લર કરવામાં આવ્યો છે

  • Share this:
    નવી દિલ્હી. ટીમ ઈન્ડિયા (Team India)ના પુર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ (irfan Pathan) ફરી એક વાર પત્ની સફા બેગના કારણે ચર્ચામાં આવી ગયા છે. ઈરફાન પઠાણની પત્નીની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Photo) થઈ રહી છે, ત્યારબાદ અનેક યૂઝર્સ તેમની ટીકા કરી રહ્યા છે. મૂળે, ઈરફાન પઠાણની પત્ની વાયરલ થયેલી તસવીરમાં તેમનો ચહેરો બ્લર (Irfan Pathan Wife Blur Photo) કરેલો જોવા મળી રહ્યો છે. આ વાતને લઈને કેટલાક લોકો ઈરફાન પઠાણ પર સવાલ ઊભા કરી રહ્યા છે.

    ઈરફાન પઠાણને લોકોએ બરાબરીની સલાહ આપી દીધી, ત્યારબાદ આ પૂર્વ ક્રિકેટરને તેમના ટીકાકારોને જવાબ આપવો પડ્યો. ઈરફાન પઠાણે તે તસવીરને ટ્વીટ કરી લખ્યું કે, આ તસવીર મારી રાણી (વાઇફ)એ મારા દીકરાના એકાઉન્ટથી પોસ્ટ કરી છે. તસવીરને લઈને અમારી તરફ ઘૃણા દાખવવામાં આવી છે. મને આ તસવીરને અહીં પણ પોસ્ટ કરવા દો. મારી પત્નીને પોતાની પસંદથી આ તસવીરમાં પોતાનો ચહેરો બ્લર કર્યો છે. અને હા, ‘હું તેનો માલિક નથી, તેનો સાથી છું.’


    આ પણ વાંચો, વિરાટ કોહલીનો ક્વૉરન્ટિન લુક થયો વાયરલ, Money Heistના પ્રોફેસર સાથે થઈ સરખામણી

    નોંધનીય છે કે, ઈરફાન પઠાણ અનેકવાર પોતાની પત્નીની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરે છે પરંતુ હંમેશા તેમનો ચહેરો છુપાયેલો રહે છે. હાલમાં પઠાણ પોતાની પત્ની સાથે ફરવા રશિયા ગયા હતા, ત્યાં પણ દરેક તસવીરમાં પત્નીનો ચહેરો ઢંકાયેલો હતો. ઈરફાન પઠાણે વર્ષ 2016માં સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. જે જેદ્દામાં મોડલિંગ કરતી હતી પરંતુ પઠાણ સાથે લગ્ન થયા બાદ તેણે મોડલિંગ છોડી દીધું. નોંધનીય છે કે બંનેને એક દીકરો છે જેનું નામ ઈમરાન પઠાણ છે.

    આ પણ વાંચો, COVID-19: કોરોનાની ઝપટમાં આવેલા પુરુષોની યૌન ક્ષમતા ઓછી થઈ રહી છે?

    હાલના દિવસોમાં ઈરફાન પઠાણ પોતાના મોટા ભાઈ યુસુફ પઠાણની સાથે કોવિડ-19થી પીડિત લોકોની મદદ કરી રહ્યા છે. ઈરફાન પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી થતી કમાણીને દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ઓક્સિજનની અછત સામે સંઘર્ષ કરી રહેલા પીડિતોને ઓક્સિજન સિલિન્ડર અને કન્સનટ્રેટર પણ પૂરા પાડી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: