મુસ્લિમ થઈને ભારત માટે કેમ રમો છો? પાક.માં પૂછાયેલા સવાલનો ઈરફાને આપ્યો આ જવાબ, સૌએ તાળીઓ વગાડી

મુસ્લિમ થઈને ભારત માટે કેમ રમો છો? પાક.માં પૂછાયેલા સવાલનો ઈરફાને આપ્યો આ જવાબ, સૌએ તાળીઓ વગાડી
જામિયા મિલિયાના સ્ટુડન્ટ્સનું સમર્થન કરવા બાબતે ટ્રોલ થતાં ઈરફાન પઠાણે આપ્યો જડબાતોડ જવાબ

જામિયા મિલિયાના સ્ટુડન્ટ્સનું સમર્થન કરવા બાબતે ટ્રોલ થતાં ઈરફાન પઠાણે આપ્યો જડબાતોડ જવાબ

 • Share this:
  નવી દિલ્હી : સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો પાસ થયા બાદથી અનેક સ્થળો પર વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia Millia Islamia University) યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સ પર પોલીસની કાર્યવાહીની અનેક જાણીતી હસ્તીઓએ ટીકા કરી છે. આ હસ્તીઓમાં ભારતીય પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan) પણ સામેલ છે. ઈરફાન પઠાણે સ્ટુડન્ટ્સ પર થયેલા હુમલાઓ પર વિરોધ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું છે. જોકે આ ટ્વિટ બાદ ઈરફાનને ઘણો ટ્રોલ કરવામાં આવી આવ્યો, ત્યારબાદ ઈરફાને વધુ એક વિરોધ કર્યો કે હું ભારતીય છું અને મારા દેશમાં પોતાની વાત રજૂ કરવાનો હક છે. આ દરમિયાન ઈરફાને પોતાના પાકિસ્તાન પ્રવાસને યાદ કરતો એક કિસ્સો જણાવ્યો જ્યાં તેમના ધર્મ પર સવાલ ઊઠાવવામાં આવ્યા હતા.

  પાકિસ્તાન પ્રવાસ પર ઈરફાનને પૂછવામાં આવ્યો હતો સવાલ  ઈરફાન પઠાણે જણાવ્યું કે વર્ષ 2004માં ફ્રેન્ડલી સીરિઝ માટે પાકિસ્તાન (Pakistan) ગયા હતા. આ દરમિયાન તે રાહુલ દ્રવિડ (Rahul Dravid), પાર્થિવ પટેલ (Parthiv Patel) અને લક્ષ્મીપતિ બાલાજીની સાથે લાહોરની એક કૉલેજમાં ગયા જ્યાં લગભગ 1500 સ્ટુડન્ટ્સ હતા અને તેમને સવાલ પૂછી રહ્યા હતા.

  આ દરમિયાન એક વિદ્યાર્થિની ઊભી થઈ અને ખૂબ જ ગુસ્સામાં ઈરફાન પઠાણને પૂછ્યું કે જો તેઓ મુસ્લિમ છે તો ભારત તરફથી કેમ રમો છો? ઈરફાને જણાવ્યું કે, હું ઊભો થયો એન કહ્યુ કે ભારત તરફથી રમીને તેની પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો. ભારત મારો દેશ છે. મારા પૂર્વજ ભારતના છે. હું ભાગ્યશાળી છું કે તેનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. મારા જવાબ સાંભળીને કૉલેજમાં સૌએ તાળીઓ વગાડી.

  ઈરફાન પઠાણે કહ્યું કે જ્યારે તે બોલિંગ કરે છે તો તે એવું નથી વિચારતો કે તે એક મુસલમાન છે. કારણે કે તેઓ પોતાને સૌથી પહેલા ભારતીય માને છે. પઠાણે કહ્યુ કે જો તેઓ પાકિસ્તાન જઈને તેમની સામે પોતાના દેશ માટે આ કહી શકે છે તો પોતાના જ દેશમાં પોતાની વાત કેમ ન રજૂ કરી શકે.

  ઈરફાન પઠાણે ટ્વિટ કર્યું હતું કે, રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપ ચાલતા રહેતા હોય છે પરંતુ હું અને આપણો દેશ જામિયા મિલિયાના સ્ટુડન્ટ્સ માટે પરેશાન છીએ. ઈરફાનના ટ્વિટ બાદ તેઓ ટ્રોલરના નિશાને આવી ગયા. ઈરફાન પઠાણે તેની પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યુ કે, જ્યારે મેં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની વિરુદ્ધ ટ્વિટ કર્યુ ત્યારે હું સોનો લાડલો હતો અને હવે જ્યારે હું પોતાના સ્ટુડન્ટ્સ વિશે વાત કરી રહ્યો છું તો હવે હું ખોટો છું, આવું કેમ.

  પૈસા લઈને ટ્વિટ કરવાની વાતને લઈ ઈરફાન ભડક્યો

  ઈરફાન પઠાણે વધુમાં કહ્યુ કે, જ્યારે હું મારા મિત્રો સાથે વાત કરું છું તો હું ક્યારેય ધર્મ વિશે વાત નથી કરતો. અમે એકબીજાની જિંદગી વિશે, કામ વિશે વાત કરીએ છીએ. કોઈ એવું નથી કહેતું કે હું તેની સાથે વાત નહીં કરું કારણ કે તે બીજા કોઈ ધર્મનો છે. અમે સૌ ઈચ્છીએ છીએ કે દેશ પરિવારની જેમ આગળ વધે.

  ઈરફાને એ આરોપોને પણ ફગાવી દીધા જેમાં લોકોએ કહ્યું કે તે પૈસા લઈને ટ્વિટ કરી રહ્યો છે. ઈરફાને કહ્યુ કે હું ખૂબ મહેનત અને નિષ્ઠાથી પૈસા કમાવું છું. જો કોઈ કહે છે કે મેં નફરત ફેલાવવા માટે ટ્વિટ કર્યું છે તો હું અત્યારે જ સોશિયલ મીડિયા છોડી દઈશ. નાનપણમાં મારી પાસે સાઇકલ પણ નહોતી. આજે આ દેશે મને એટલો પ્રેમ આપ્યો, જે હંમેશા મારી સાથે રહેશે. મને વિશ્વાસ છે કે લોકો મારી વાત સમજશે.

  આ પણ વાંચો, IPL બાદ રમાશે મિની આઈપીએલ? સૌરવ ગાંગુલી લઈ શકે છે મોટો નિર્ણય!
  Published by:News18 Gujarati
  First published:December 18, 2019, 11:41 am