ઈરફાન પઠાણ જેએનયૂમાં થયેલી હિંસાથી નારાજ, આપ્યું આ મોટું નિવેદન

News18 Gujarati
Updated: January 7, 2020, 9:02 AM IST
ઈરફાન પઠાણ જેએનયૂમાં થયેલી હિંસાથી નારાજ, આપ્યું આ મોટું નિવેદન
ઈરફાન પઠાણે કહ્યું કે દેશની યુનિવર્સિટીઓમાં જે થઈ રહ્યું છે તેનાથી દેશની છબિ બગડી રહી છે

ઈરફાન પઠાણે કહ્યું કે દેશની યુનિવર્સિટીઓમાં જે થઈ રહ્યું છે તેનાથી દેશની છબિ બગડી રહી છે

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (Jawahar Lal Nehru University)માં રવિવારે થયેલી હિંસા પર નારાજગી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર કહ્યું કે, જે કંઈ પણ વિશ્વવિદ્યાલયોની અંદર થઈ રહ્યું છે તેનાથી દેશની છબિ બગડી રહી છે. પઠાણે થોડા દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરવામાં પાછળ નથી રહેતો. તેણે સંશોધિત નાગરિકતા કાયદા (Citizenship Amendment Act)ને લઈને પણ મજબૂત સ્ટેન્ડ લીધું હતું.

'જેએનયૂમાં જે થયું તે સામાન્ય ઘટના નથી'

જેએનયૂમાં હિંસા તથા સ્ટુડન્ટ્સ સાથે મારપીટ મામલે ઈરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું કે, કાલે જેએનયૂમાં જે કંઈ થયું તે સામાન્ય ઘટના નથી. યુનિવર્સિટી કેમ્પસ, હૉસ્ટલની અંદર હથિયારોથી સજ્જ ભીડ સ્ટુડન્ટ્સ પર હુમલા કરી રહી છે તેનાથી ખરાબ શું હોઈ શકે. તેનાથી આપણા દેશની છબિને ફાયદો નથી થઈ રહ્યો.

CAA વિશે પણ ઈરફાને વ્યક્ત કર્યો હતો મત

ઈરફાન પઠાણે આ પહેલા સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ હિંસક પ્રદર્શનમાં જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી (Jamia Millia Islamia University)ના અનેક સ્ટુડન્ટ્સ ઘાયલ થતાં ચિંતા વ્યક્ત કરી હતી. ભારત માટે 29 ટેસ્ટ અને 120 વનડે રમી ચૂકેલા ઈરફાન પઠાણે ટ્વિટ કર્યું હતું કે, રાજકીય આરોપ-પ્રત્યારોપ તો ચાલતા રહેશે પરંતુ હું અને આપણો દેશ જામિયા મિલિયાના સ્ટુડન્ટ્સને લઈ ચિંતિત છું.

ઈરફાને સંન્યાસની કરી હતી જાહેરાત35 વર્ષીય ઈરફાન પઠાણે શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેણે ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચ રમી. 9 વર્ષ સુધી તે ભારતીય ટીમની મજબૂત કડી રહ્યો. ટેસ્ટમાં તેણે 100, વનડેમાં 173 અને ટી20માં 28 વિકેટ લીધી. તેણે બેટિંગમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ટેસ્ટમાં ઈરફાન પઠાણે 1105 રન કર્યા જેમાં 1 સદી અને 6 અડધી સદી સામેલ છે. વનડેમાં તેણે 5 અડધી સદીની મદદથી 1544 રન કર્યા.

ઈરફાન પઠાણે ટીમ ઈન્ડિયા (Team India) માટે છેલ્લી મેચ ઑક્ટોબર 2012માં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રમી હતી. પરંતુ ફોર્મમાં ન હોવાથી અને ઈજાઓના કારણે તે ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો, મુસ્લિમ થઈને ભારત માટે કેમ રમો છો? પાકિસ્તાનમાં પૂછાયેલા આ સવાલનો ઈરફાને આપ્યો આ જવાબ, સૌએ તાળીઓ વગાડી
First published: January 7, 2020, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading