ઈરફાન પઠાણના દીકરાની ઊંચાઈ માપી રહ્યો હતો સચિન તેંડુલકર, અચાનક પડ્યો જોરદાર મુક્કો

News18 Gujarati
Updated: March 9, 2020, 11:32 AM IST
ઈરફાન પઠાણના દીકરાની ઊંચાઈ માપી રહ્યો હતો સચિન તેંડુલકર, અચાનક પડ્યો જોરદાર મુક્કો
મસ્તી-મજાકનો આ વીડિયો ઈરફાને ટ્વિટર પર શૅર કર્યો અને કહ્યું કે 'સચિન પાજી ઈમરાનને અહેસાસ નથી કે તેણે શું કર્યું. જ્યારે તે મોટો હશે તો તેને તેનો અહેસાસ થશે'

મસ્તી-મજાકનો આ વીડિયો ઈરફાને ટ્વિટર પર શૅર કર્યો અને કહ્યું કે 'સચિન પાજી ઈમરાનને અહેસાસ નથી કે તેણે શું કર્યું. જ્યારે તે મોટો હશે તો તેને તેનો અહેસાસ થશે'

  • Share this:
નવી દિલ્હી : દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ (Road Safety World Series)માં વ્યસ્ત છે. ઈન્ડિયા લેજન્ડની આગેવાની કરી રહેલા સચિને ટીમને પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ લેજન્ડની સામે જીત અપાવી. રોડ સેફ્ટીમાં સચિનની બેીટંગને જોઈને આજે પણ લોકો પ્રેરિત થાય છે. ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહે લાંબો સમય થયો હોય પરંતુ આજે પણ સચિનની બેટિંગ અંદાજમાં જરા પણ ફેરફાર જોવા નથી મળતો. સચિને મેદાન પર પોતાની બેટિંગનું કૌવત અસંખ્ય વાર દર્શાવ્યું છે, પરંતુ બૉક્સિંગનું ટેલેન્ટ હવે દશાવ્યું.

મૂળે, આ સીરીઝ દરમિયાન સચિન પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)ના દીકરા ઈમરાનની સાથે મસ્તી મજાક કરી રહ્યો હતો. તે ઈમરાનની સાથે પોતાની ઊંચાઈ માપી રહ્યો હતો. ત્યારે ઈમરાને સચિન પર મુક્કાઓનો વરસાદ કરી દીધો. સચિન પણ ક્યાં પાછળ રહે તેમ છે, તેણે પણ ઈમરાનની સાથે લડવાનું શરૂ કરી દીધું!

ઈમરાન માટે સચિનનો ખાસ સંદેશ

મસ્તી-મજાકનો આ વીડિયો ઈરફાને ટ્વિટર પર શૅર કર્યો અને કહ્યું કે 'સચિન પાજી ઈમરાનને અહેસાસ નથી કે તેણે શું કર્યું. જ્યારે તે મોટો હશે તો તેને તેનો અહેસાસ થશે.' ત્યારબાદ સચિને જવાબ આપ્યો કે 'બાળકોની સાથે સમય પસાર કરવો હંમેશા આનંદ આપે છે.' સચિને વધુમાં લખ્યું કે 'ઈમરાન એક દિવસ તારા મસલ્સ મારા અને તારા પિતાથી પણ વધુ મજબૂત હશે.'

આ પણ વાંચો, રવિન્દ્ર જાડેજા બન્યો 'સુપરમેન', હવામાં પકડ્યો અદ્ભૂત કેચ

સચિન અને ઈમરાન બંને હાલમાં સીરીઝને લઈને વ્યસ્ત છે. 7 માર્ચથી શરૂ થયેલી આ સીરીઝની પહેલી મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ લેજન્ડ્સ વચ્ચે રમાઈ હતી. વિન્ડીઝનું સુકાન બ્રાયન લારા સંભાળી રહ્યા છે. પહેલી મેચમાં ભારતના દિગ્ગજોએ 7 વિકેટે જીત નોંધાવી હતી. પહેલા બેટિંગ કરતાં લારાની ટીમે 20 ઓવરમાં 150 રન કર્યા હતા. ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 10 બોલ પહેલા જ ત્રણ વિકેટ ગુમાવીને પાર કરી દીધો હતો. સચિને આ મેચમાં 29 બોલમાં 36 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો, 38 વર્ષની ઉંમરે ધોનીએ જિમમાં કર્યો ખતરનાક સ્ટન્ટ, વીડિયો થયો વાયરલ
First published: March 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading