રમત-જગત

  • associate partner

કોરોના વાયરસઃ IPLની આ સીઝન રદ થશે, આવતા વર્ષે નહીં થાય હરાજી- રિપોર્ટ

News18 Gujarati
Updated: March 30, 2020, 8:58 AM IST
કોરોના વાયરસઃ IPLની આ સીઝન રદ થશે, આવતા વર્ષે નહીં થાય હરાજી- રિપોર્ટ
બીસીસીઆઈ IPL રદ કરવા મામલે 15 એપ્રિલ બાદ તમામ આઈપીએલ ફ્રેન્ચાઇઝ સાથે વાત કરશે

બીસીસીઆઈ IPL રદ કરવા મામલે 15 એપ્રિલ બાદ તમામ આઈપીએલ ફ્રેન્ચાઇઝ સાથે વાત કરશે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન પર સંકટ આવી ગયું છે. પહેલા 29 માર્ચથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટને 15 એપ્રિલ સુધી તેને ટાળી દેવામાં આવી અને હવે અહેવાલ આવી રહ્યા છે કે આઈપીએલની આ સીઝન રદ કરવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તેની પર કોઈ પણ ઓફિશિયલ જાહેરાત નથી કરી. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, ભારતીય બોર્ડ તેની જાહેરાત પહેલા વિઝા સંબંધિત મામલા પર ભારત સરકાર અને રમત-ગમત મંત્રાલયની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. બીસીસીઆઈ આ મામલે 15 એપ્રિલ બાદ તમામ આઈપીએલ ફ્રેન્ચાઇઝ સાથે વાત કરશે.

મૂળે, ભારત સરકારે 15 એપ્રિલ સુધી તમામ વિદેશી વિઝાને સસ્પેન્ડ કરી દીધા છે. એવા અહેવાલ પણ છે કે જો આ વર્ષે આઈપીએલનું આયોજન નહીં થાય તો આવતા વર્ષે મોટી હરાજી નહીં થાય. જોકે, આઈપીએલ ટીમો કોઈ ખેલાડીને પોતાની સાથે સામેલ કરી શકે છે.

આવતા વર્ષે થવાની હતી મોટી હરાજી

કાર્યક્રમ અનુસાર, આવતા વર્ષે એટલે કે 2021માં મોટી હરાજી થવાની હતી, જેમાં ફ્રેન્ચાઇઝીને કેટલાક ખેલાડીઓને પોતાની ટીમમાં રાખવાની મંજૂરી હતી, પરંતુ બાકી તમામ ખેલાડીઓને હરાજીમાં સામેલ થવાનું હતું. IPL પ્રશાસનના એક સૂત્રએ જણાવ્યું કે આ વર્ષે આઈપીએલનું આયોજન નહીં થાય. તે આવતા વર્ષે યોજાશે. તેઓએ કહ્યું કે બધા જાણે છે કે હાલ દેશમાં કેવી સ્થિતિ છે અને કોઈ પણ ખતરો લેવા નથી માંગતું. તેઓએ કહ્યું કે સ્ટેડિયમમાં અંતર ન રાખી શકાય. તેનાથી સારું એ રહેશે કે આઈપીએલ આવતા વર્ષે જ યોજાય. બીજી તરફ, આવતા વર્ષે કોઈ હરાજી નહીં થા. સૂત્રોએ જણાવ્યું કે એક વાર ભારત સરકારથી અંતિમ પ્ુષ્ટિ કર્યા બાદ તમામ ફ્રેન્ચાઇઝને જણાવવામાં આવશે. આવતા વર્ષે આ જ સીઝન ચાલુ રહેશે.

આઈપીએલ સીઝન ટૂંકાવાની આશા

થોડા દિવસો પહેલા 14 માર્ચે બીસીસીઆઈ અને ટીમ માલિકો વચ્ચે કોરોના વાયરસની મહામારી અને સીઝન પર તેના પ્રભાવને લઈ વાતચીત થઈ હતી. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ને આશા હતી કે સીઝન નાની કરી શકાય છે. જ્યારે ફ્રેન્ચાઇઝોને પણ લાગ્યું કે બોર્ડે જેવું 2009માં કર્યું હતું, તેવું કરશે. 2009માં આઈપીએલનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું અને સીઝન 37 દિવસમાં જ પૂરી કરવામાં આવી હતી.આ પણ વાંચો, લોકોને જાગૃત કરવા પોલીસે અપનાવી અનોખી યુક્તિ, પહેરી ‘કોરોના હેલ્મેટ’

ભારતમાં રોજેરોજ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધી એક હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. દુનિયામાં પણ 6 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત છે અને 27 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થિતિને જોતાં ટોક્યો ઓલમ્પિકને આવતા વર્ષ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો, LockDownમાં હિટ થઈ ગઈ નેહા કક્કડ, Instagram ફોલોઅર્સ 3.4 કરોડને પાર પહોંચ્યા
First published: March 30, 2020, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading