રમત-જગત

  • associate partner

IPL 2020: KL રાહુલનું મોટુ નિવેદન - વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સને કરો Ban!

News18 Gujarati
Updated: October 15, 2020, 8:37 PM IST
IPL 2020: KL રાહુલનું મોટુ નિવેદન - વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સને કરો Ban!
એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી (ફાઈલ ફોટો)

ગુરૂવારે ટીમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરવાનો છે. મુકાબલાના એક દિવસ પહેલા જ રાહલે મોટુ નિવેદન આપ્યું કે, તેની ઈચ્છા છે કે...

  • Share this:
નવી દિલ્હી: કિંગ્સ ઈલેવન પંજાબના કપ્તાન કેએલ રાહુલની ટીમ હાલના સમયમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમાંક પર છે. ગુરૂવારે ટીમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરવાનો છે. મુકાબલાના એક દિવસ પહેલા જ રાહલે મોટુ નિવેદન આપ્યું કે, તેની ઈચ્છા છે કે આરસીબીના કપ્તાન વિરાટ કોહલી અને સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સને આઈપીએલમાં બેન કરી દેવામાં આવે.

કોહલી અને ડિવિલિયર્સને બેન કરવા માંગે છે રાહુલ

ઉલ્લેખનીય છે કે, મુકાબલાના એક દિવસ પહેલા કેએલ રાહુલ અને વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર લાઈન આવ્યા હતા. બંનેએ અહીં એક બીજાને અનેક પ્રશ્નો કર્યા અને જવાબ પણ આપ્યા. આ બધા વચ્ચે વિરાટ કોહલીએ કેએલ રાહુલને પ્રશ્ન પુછ્યો કે, જો તેને મોકો આપવામાં આવે કે તે આઈપીએલમાં અથવા ટી-20નો કોઈ એક નિયમ બદલી શકે તો તે શું કરે. કોઈ એવો નિયમ છે જે રાહુલ માટે ફાયદાનો હોય. જવાબ આપતા કેએલ રાહુલે કહ્યું કે, જો તેને મોકો આપવામાં આવે તો, મારી ઈચ્છા છે કે, તમને અને એબીડીને આઈપીએલમાંથી બેન કરી દેવામાં આવે. માનીલો કે તમે 5000 રન બનાવી લો છો તો એ બરોબર છે. ત્યારબાદ તમારે બીજા ખેલાડીઓને કામ કરવા દેવું જોઈએ. આ વાત સાંભળી વિરાટ કોહલી હંસવા લાગ્યો. તમને જણાવી દઈએ કે, કોહલીને બેન કરવાની વાત કરનાર કેએલ રાહુલ હાલના સમયમાં આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં ટોપ સ્થાન પર છે.

1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ

1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ

આઈપીએલમાં હીટ છે એબીડી અને કોહલીની જોડીવિરાટ કોહલી અને એબી ડેવિલિયર્સ આઈપીએલમાં સૌથી વધારે વકત 100 અથવા તેનાથી વદારેની ભાગીદારી બનાવનાર ખેલાડી બની ગયા છે. બંનેએ સાથે મળી સર્વાધિક 10 વખત સદીની ભાગીદારી કરી છે. આજે વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે મળી આઈપીએલમાં કુલ ત્રણ હજાર રન પુરા કરી લીધા છે.

આ વર્ષે આઈપીએલની 13મી સિઝનમાં પણ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સની જોડીએ સાતમાંથી પાંચ મુકાબલા જીતાડ્યા છે, અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તો કેએલ રાહુલની કપ્તાનીવાળી કિંગ્સ ઈલેવન પંજાબ સાતમાંથી માત્ર એક મુકાબલો જીતી શકી છે.

ઉલ્લેખનીય છે કે, આજના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, 12 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર દિલ્હી છે. બીજા નંબર પર મુંબઈ ઈન્ડીયન્સ - 10 પોઈન્ટ, ત્રીજા નંબર પર બેંગ્લોર - 10 પોઈન્ટ, ચોથા નંબર પર કોલકાતા - 8 પોઈન્ટ, પાંચમા નંબર પર હૈદરાબાદ - 6 પોઈન્ટ, છઠ્ઠા નંબરે ચેન્નાઈ - 6 પોઈન્ટ, સાતમા નંબર પર રાજસ્થાન 6 પોઈન્ટ, જ્યારે અંતીમ સ્થાન પર કિંગ્સ ઈલેવન પંજાબ છે - 2 પોઈન્ટ.
Published by: kiran mehta
First published: October 15, 2020, 8:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading