રમત-જગત

  • associate partner

RCB vs MI Super Over: બેંગલોર જીત્યું, નવદીપ સૈની બન્યો સુપર હિરો, જાણો 12 બોલમાં શું થયું

News18 Gujarati
Updated: September 29, 2020, 7:16 AM IST
RCB vs MI Super Over: બેંગલોર જીત્યું, નવદીપ સૈની બન્યો સુપર હિરો, જાણો 12 બોલમાં શું થયું
સુપર ઓવરમાં RCBના હિરો નવદીપ સૈનીની બોલિંગ ક્રિકેટ પ્રેમીઓ હંમેશા યાદ રાખશે

સુપર ઓવરમાં RCBના હિરો નવદીપ સૈનીની બોલિંગ ક્રિકેટ પ્રેમીઓ હંમેશા યાદ રાખશે

  • Share this:
નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 97 રનની રેકોર્ડ હારથી બહાર આવતાં આઇપીએલ (IPL 2020)માં બીજી મેચ જીતી લીધી છે. તેણે સોમવારે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવી. આ ખૂબ જ રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore)એ પહેલા બેટિંગ કરતાં 3 વિકેટ પર 201 રન કર્યા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ 5 વિકટ પર 201 રન કરીને મેચ ટાઈ કરી દીધી. ત્યારબાદ સુપર ઓવર (RCB vs MI Super Over) રમાઈ. નવદીપ સૈનીએ સુપર ઓવરમાં કમાલની બોલિંગ કરી. તેની બોલિંગના કારણે બેંગલોરે આ મેચ જીતી લીધી.

ચાર વારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરી. તેની તરફથી કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને રોહિત શર્માએ બેટિંગ કરી. રોયલ ચેલેન્જર્સની તરફથી નવદીપ સૈનીએ બોલિંગનો મોરચો સંભાળ્યો. વાંચો સુપર ઓવરનો પૂરો રિપોર્ટ...

સુપર ઓવરઃ નવદીપ સૈનીએ બેંગલોર તરફથી બોલિંગ કરી.

પહેલો બોલઃ પોલાર્ડે યોર્કર લેન્થ બોલને કવરમાં ધકેલ્યો. 1 રન મળ્યો.
બીજો બોલઃ હાર્દિક પંડ્યાએ લો ફુલટોસને લોન્ગઓન તરફ રમ્યો. 1 રન મળ્યો.
ત્રીજો બોલઃ પોલાર્ડે બેટ ફેરવ્યું પણ બોલ સાથે કનેક્ટ ન કરી શક્યો. 0 રન.ચોથો બોલઃ પોલાર્ડે લો ફુલટોસ બોલને લોન્ગઓફ તરફ ફોર ફટકારી. કુલ સ્કોર 6 રન થયો.બ પાંચમો બોલઃ પોલાર્ડે લો ફુલટોસને મિડવિકેટ પર રમ્યો. ગુરકીરત માને કેચ ઝડપ્યો.
છઠ્ઠો બોલઃ હાર્દિક પંડ્યા આ બોલને કનેક્ટ ન કરી શકયો. રોહિતની સાથે મળી એક રન (બાય) લીધો.

આ પણ વાંચો, IPL 2020 RR vs KXIP: પૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ મારીને સિક્સર રોકી, સચિને કહ્યુ- અવિશ્વસનીય

આ રીતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સુપર ઓવરમાં માત્ર 7 રન કરી શકી. નવદીપ સૈનીએ આ ઓવરમાં બે ડોટ બોલ્ય ફેંક્યા. જોકે તેમાંથી એક બોલ પર બાય રન ગયો. તેણે એક બોલ પર વિકેટ પણ ઝડપી. આ રીતે બાય રનને મળીને તેના માત્ર ચાર બોલ પર રન થયા.

જસપ્રીત બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગ કરી.
પહેલો બોલઃ એબી ડિવિલિયર્સે યોર્કર બોલને લોન્ગ ઓન તરફ રમી 1 રન લીધો.
બીજો બોલઃ કોહલીએ લેગ સાઇડ પર શોટ માર્યો, પરંતુ એક જ રન મળ્યો.
ત્રીજો બોલઃ એબી બાઉન્સર ચૂકી થયો. અમ્પાયરે કેચ આઉટ આપ્યો. ડીઆરએસમાં નોટ આઉટ કરાર થયો. 0 રન.

IPL 2020: એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, સહવાગે કહ્યુ-રાહુલ તેવતિયામાં ‘માતા આવી ગયા

ચોથો બોલઃ ડિવિલિયર્સે બાઉન્ચર પ હુક કર્યું. ફાઇન લેગ પર ફોર. કુલ સ્કોર 6 રન થયો.
પાંચમો બોલઃ ડિવિલિયર્સે યોર્કરને રમીને એક રન લીધો. સ્કોર બરાબર.
છઠ્ઠો બોલઃ કોહલીએ લો ફુલટોસને સ્કવેર લેગ અને મિડવિકેટની વચ્ચે ફોર મારી. બેંગલોરની ટીમ જીતી ગઈ.
Published by: Mrunal Bhojak
First published: September 29, 2020, 7:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading