IPL 2020 Playoff: 3 ટીમોનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કી, હવે 1 સ્થાન માટે 4 દાવેદાર

IPL 2020 Playoff: 3 ટીમોનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કી, હવે 1 સ્થાન માટે 4 દાવેદાર
આવો એક નજર કરીએ કે IPL 2020 Playoffsની રેસમાં કોણ આગળ છે અને કોણ પાછળ

આવો એક નજર કરીએ કે IPL 2020 Playoffsની રેસમાં કોણ આગળ છે અને કોણ પાછળ

  • Share this:
    નવી દિલ્હીઃ આઇપીએલ (IPL 2020)માં અત્યાર સુધી કુલ 43 મેચ રમાઈ ચૂકી છે. લીગ ચરણમાં હજુ 13 મેચ રમાવાની બાકી છે. આ 13 મેચ કોઈ જંગથી ઓછી નહીં હોય. દરેક મેચનું પરિણામ ટીમો માટે પ્લેઓફ (IPL Playoffs 2020)ની આશા લઈને આવશે. એટલે કે આગામી 10 દિવસમાં તમામ ટીમોની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. પ્લેઓફની રેસમાં હાલ ત્રણ ટીમોનું પહોંચવાનું નક્કી માનવામાં આવે છે. પરંતુ એક સ્થાન માટે ચાર ટીમોની વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) હાલની સીઝનમાં પહેલા જ બહાર થઈ ચૂક્યું છે. એવામાં આવો એક નજર કરીએ કે પ્લેઓફની રેસમાં કોણ આગળ છે અને કોણ પાછળ...

    આ 3 ટીમોનું સ્થાન લગભગ નક્કી!



    મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું આઇપીએલની પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી છે. આ ત્રણ ટીમોના ખાતામાં 14-14 પોઇન્ટ છે. મુંબઈની ટીમ હાલ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે. મુંબઈનો નેટ રનરેટ 1.448 છે. ત્યારબાદ દિલ્હી અને આરસીબીનો નેટ રનરેટ પણ પ્લસમાં છે. દિલ્હીની ટીમને હજુ 3 મેચ વધુ રમવાની છે. જ્યારે મુંબઈ અને બેંગલોરોની ટીમો 4-4 મેચ રમશે. જેથી આ ટીમોની અંતિમ ચારમાં પહોંચવું નક્કી માનવામાં આવે છે.

    કોલકાતા નાઇટ રાઇડર્સનો પડકાર

    શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ 59 રનની શાનદાર જીત નોંધાવ્યા બાદ પ્લેઓફની આશા વધુ મજબૂત કરી લીધી છે. કેકેઆરની ટીમ હાલ 11 મેચોમાં 12 પોઇન્ટની સાથે ચોથા નંબર પર છે. નેટ રનરેટના મામલામાં કેકેઆરની ટીમ માઇનસમાં છે. હાલ કેકેઆરનો રનરેટ (-0.476) છે. બાકી બચેલી મેચ કોની વિરુદ્ધઃ કિંગ્સ ઇલેવન પંજાબ, ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ.

    આ પણ વાંચો, અહીં રાવણની પ્રતિમા સામે ઘૂંઘટમાં રહે છે મહિલાઓ, દશેરાના અવસરે થાય છે દશાનનની પૂજા

    કિંગ્સ ઇલેવન પંજાબનો પડકાર

    અનિલ કુંબલેની કોચિંગમાં આ ટીમે કમાલ કરી બતાવી છે. સતત ચાર મેચોમાં જીત નોંધાયા બાદ પંજાબની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પાંચમાં નંબર પર છે. પંજાબના ખાતામાં હાલ 10 પોઇન્ટ છે. બાકી બચેલી ત્રણેય મેચ જીતીને પંજાબની ટીમ સીધી પ્લેઓફમાં આરામથી પહોંચી શકે છે. બાકી બચેલી મેચો કોની વિરુદ્ધ- કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ.

    સનરાઇઝર્સ હૈદરાબાદની આશા

    સનરાઇઝર્સની ટીમ હાલ છઠ્ઠા નંબરે છે. સતત હારે આ ટીમને પસ્ત કરી દીધી છે. સનરાઇઝર્સના ખાતામાં હાલ 11 મેચોમાં 8 પોઇન્ટસ છે. બાકી બચેલી મેચો સનરાઇઝર્સ માટે કરો યા મરોની લડાઈ છે. બાકી બચેલી મેચો કોની વિરુદ્ધ- મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર

    આ પણ વાંચો, તમામ રેકોર્ડ તૂટ્યા, અયોધ્યાની રામલીલાના દર્શકોની સંખ્યા 10 કરોડને પાર

    રાજસ્થાન સામે મોટો પડકાર

    રાજસ્થાન રોયલ્સના ખાતામાં હાલ 11 મેચોમાં 8 પોઇન્ટ્સ છે. એવામાં તેણે બાકી બચેલી ત્રણેય મેચ ઉપરાંત બીજી ટીમોના પરિણામ ઉપર પણ નિર્ભર રહેવું પડશે. બાકી બચેલી મેચ કોની વિરુદ્ધ- મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકાતા નાઇટ રાઇડર્સ.
    Published by:Mrunal Bhojak
    First published:October 25, 2020, 09:22 am

    ટૉપ ન્યૂઝ