રમત-જગત

  • associate partner

IPL MI Vs KXIP: આ છે આઇપીએલનો ‘પૈસા વસૂલ’ કેચ, અહીં જુઓ આ રોમાંચક પળનો Video

News18 Gujarati
Updated: October 2, 2020, 9:24 AM IST
IPL MI Vs KXIP: આ છે આઇપીએલનો ‘પૈસા વસૂલ’ કેચ, અહીં જુઓ આ રોમાંચક પળનો Video
મેક્સવેલ અને નિશમે પકડ્યો કમાલનો કેચ (તસવીર- IPL/BCCI)

17મી ઓવરમાં કેપ્ટન કેએલ રાહુલે બોલિંગ શમીને સોંપી, બેટિંગના માર્ચે રોહિત હતો, અને પછી આ કેચ...

  • Share this:
અબૂ ધાબીઃ આઈપીએલ (IPL 2020)માં દરરોજ દરેક મેચમાં કોઈ કમાલનો કારનામો જોવા મળે છે. ક્યારેક તાબડતોડ સેન્ચૂરી તો ક્યારેક ધારદાર બોલિંગ. પરંતુ આઇપીએલમાં અનેકવાદ દર્શકોને ફીલ્ડિંગ કરતાં ખેલાડીઓ પણ આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. ગુરુવારે કંઈક આવો જ નજારો મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)ની વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળ્યો. નીશમ અને મેક્સવેલની જોડીએ એક એવો કેચ પકડ્યો (Neesham Maxwell Great Catch) જેને તમે વારંવાર જોવાનું પસંદ કરશો. ખુદ કેપ્ટન રોહિત શર્માને પણ વિશ્વાસ નહોતો થતો કે તે આઉટ થઈ ગયો છે.

કમાલનો કેચ

અડધી સદી ફટકાર્યા બાદ રોહિત શર્મા (Rohit Sharma) જોરદાર લયમાં આવી ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે ફરી એકવાર તે આઈપીએલ (IPL 2020)માં સદી ફટકારવાનો કારનામો કરી દેશે. રોહિત માત્ર 44 બોલ પર 70 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. 17મી ઓવરમાં કેપ્ટન કેએલ રાહુલે બોલિંગ મોહમ્મદ શમીને સોંપી. બેટિંગના મોરચે રોહિત હતો. ઓવરના પહેલા બોલ પર જ રોહિતે જોરદાર હુમલો કરી દીધો. એવું લાગી રહ્યું હતું કે બોલ લોન્ગ ઓફ બાઉન્ડ્રીને પાર પહોંચી જશે. પરંતુ મેક્સવેલે કમાલ કરી દીધી. તેણે કેચ પકડીને બાઉન્ડ્રી પાર કરતાં પહેલા જ નીશમ તરફ બોલ ફેંકી દીધો. નીશમ જે લોન્ગ ઓન પર ઊભો હતો, તેણે પણ કોઈ ભૂલ ન કરી. અને આ પ્રકારે રોહિત આઉટ કરાર થઈ ગયો.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો, IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબ હાર્યું ત્રીજી મેચ, જાણો કુંબલે અને રાહુલ શું ભૂલ કરી રહ્યા છે?

આ પણ વાંચો, Amazon Wow Salary Days: અડધી કિંમતમાં TV, ફ્રિજ, AC ખરીદવાની ઉત્તમ તક ઝડપી લો

આ કેચના વખાણ બધા જ લોકો કરી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા (Social Media) પર મેક્સવેલ (Maxwell) ના વખાણ કરવામાં આવી રહ્યા છે. મેક્સવેલ બેટિંગમાં કંઈ ખાસ સારું પ્રદર્શન નથી કરી રહ્યો પરંતુ તેની ફિલ્ડિંગ (Fielding)ના ચોક્કસ વખાણ થઈ રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: October 2, 2020, 9:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading