IPL-12: દિલ્હીના ડાંડીયા ડૂલ, હૈદરાબાદની 5 વિકેટે શાનદાર જીત

આઈપીએલની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ ચાલી રહી છે.

News18 Gujarati
Updated: April 5, 2019, 7:09 AM IST
IPL-12: દિલ્હીના ડાંડીયા ડૂલ, હૈદરાબાદની 5 વિકેટે શાનદાર જીત
આઈપીએલની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ ચાલી રહી છે.
News18 Gujarati
Updated: April 5, 2019, 7:09 AM IST
ઈન્ડીયન પ્રીમિયર લીગની 12 મી સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પોતાની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને શાનદાર રીતે હરાવ્યું હતું અને હવે તે પોતાની આજની મેચ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર આત્મવિશ્વાસ સાથે રમવા ઉતરી ચુકી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ દિલ્હીને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 08 વિકેટના નુકશાન સાથે 129 રન બનાવી શક્યું. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 05 વિકેટના નુકશાને 131 રન બનાવી પાંચ વિકેટે શાનદાર જીત મેળવી છે.

દિલ્હી - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

પૃથ્વી શો 11 બોલમાં 11 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો

શિખર ધવન 14 બોલમાં 12 રન બનાવી મોહમ્મદ નબીની ઓવરમાં સંદિપ શર્માના હાથે કેચ આઉટ થયો

ઋષભ પંત 07 બોલમાં 05 રન બનાવી મોહમ્મદ નબીની ઓવરમાં દીપક હુડ્ડાના હાથે કેચ આઉટ થયો

રાહુલ તેવતિયા 07 બોલમાં 05 રન બનાવી સંદિપ શર્માની ઓવરમાં મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ થયો
Loading...

કોલિન ઈનગ્રામ 08 બોલમાં 05 રન બનાવી સિદ્ધાર્થ કૌલની ઓવરમાં મનિષ પાંડેના હાથે કેચ આઉટ થયો

શ્રેયસ ઐયર 41 બોલમાં 43 રન બનાવી રાશીદ ખાનની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો

ક્રિસ મોરિસ 15 બોલમાં 17 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ થયો

કેગિસો રબાડા 04 બોલમાં 03 રન બનાવી સિદ્ધાર્થ કૌલની ઓવરમાં ભુવનેશ્વરના હાથે કેચ આઉટ થયો

જ્યારે અક્ષર પટેલ 13 બોલમાં 23 રન બનાવી અણનમ રહ્યો હતો

હૈદરાબાદ - કોણે કેટલી વિકેટ લીધી

ભુવનેશ્વર કુમારે 04 ઓવરમાં 27 રન આપી 02 વિકેટ લીધી

મોહમ્મદ નબીએ 04 ઓવરમાં 21 રન આપી 02 વિકેટ લીધી

સિદ્ધાર્થ કૌલે 04 ઓવરમાં 35 રન આપી 02 વિકેટ લીધી

રાશિદ ખાને 04 ઓવરમાં 18 રન આપી 01 વિકેટ લીધી

સંદિપ શર્માએ 04 ઓવરમાં 25 રન આપી 01 વિકેટ લીધી

હૈદરાબાદ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

જોની બેયરસ્ટો 28 બોલમાં 48 રન બનાવી રાહુલ તેવટીયાની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો

ડેવિડ વોર્નર 18 બોલમાં 10 રન બનાવી કેગિસો રબાડાની ઓવરમાં ક્રિશ મોરિસના હાથે કેચ આઉટ થયો

મનીષ પાંડે 13 બોલમાં 10 રન બનાવી ઈશાંત શર્માની ઓવરમાં પૃથ્વી શઓના હાથે કેચ આઉટ થયો

વિજય શંકર 21 બોલમાં 16 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો

દીપક હુડ્ડા 11 બોલમાં 10 રન બનાવી સંદિપ લામિછાનેની ઓવરમાં રબાડાના હાથે કેચ આઉટ થયો

જ્યારે મોહમ્મદ નબી 09 બોલમાં 17 રન અને યુસુફ પઠાણ 11 બોલમાં 09 રન બનાવી અણનમ રહ્યા હતા

દિલ્હી - કોણે કેટલી વિકેટ લીધી

સંદિપ લામિછાનેએ 04 ઓવરમાં 30 રન આપી એક પણ વિકેટ ન લીધી

અક્ષર પટેલે 04 ઓવરમાં 18 રન આપી એક વિકેટ લીધી

ક્રિસ મોરિસે 03 ઓવરમાં 26 રન આપી એક પણ વિકેટ ન લીધી

કોગિસો રબાડાએ 3.3 ઓવરમાં 32 રન 01 એક વિકેટ લીધી

રાહુલ તેવટિયાએ 03 ઓવરમાં 10 રન આપી એક વિકેટ લીધી

ઈશાંત શર્માએ 01 ઓવરમાં 05 રન આપી 01 વિકેટ લીધી

દિલ્હી ટીમ
શ્રેયસ અય્યર, ઋષભ પંત, પૃથ્વી શો, અમિત મિશ્રા, અવેશ ખાન, હર્ષલ પટેલ, રાહુલ તેવતિયા, જયંત યાદવ, મનજોત કાલરા, કોલિન મુનરો, ક્રિસ મેરિસ, કેગિસો રબાડા, સંદિપ લામિછાને, ટ્રેટ બોલ્ટ, શિખર ધવન, હનુમા વિહારી, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, અંકુશ બેંસ, નાથુ સિંહ, કોલિન ઈનગ્રામ, શેરફએન રદરફઓર્ડ, કીમો પોલ, જલજ સક્સેના, બંડારૂ અયપ્પા.

હૈદરાબાદ
કેન વિલિયમ્સ્ન, ડેવિડ વોર્નર, અભિષેક શર્મા, જોની બેયરસ્ટો, ખલીલ અહમદ, રિકી ભુઈ, બાસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગપ્ટિલ, દીપક હુડ્ડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશઅવર કુમાર, મોહમ્મદ નબી, શહબાજ નદીમ, ટી, નટરાજન, મનીષ પાંડે, યુસુફ પઠાણ, રાશિદ ખાન, ઋદ્ધિમાન સાહા, સંદિપ શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન અને બિની સ્ટેનલેક.

 

 
First published: April 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...