KXIP vs RR: રાજસ્થાન ફરી હાર્યું, પંજાબની 12 રને જીત

News18 Gujarati
Updated: April 16, 2019, 11:42 PM IST
KXIP vs RR: રાજસ્થાન ફરી હાર્યું, પંજાબની 12 રને જીત
આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ બીજી મેચ છે. પહેલી મેચમાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું

આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ બીજી મેચ છે. પહેલી મેચમાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું

  • Share this:
આઈપીએલ 2019માં શાનદાર શરૂઆત કરનારી કિંગ્સ ઈલેવન પંજાબ આજે રાજસ્થાન રોયલ્સ સાથે મોહાલીના આઈએસ બ્રિંદ્રા સ્ટેડિયમમાં મેચ રમી રહી છે. રાજસ્થાન આ દરમ્યાન ગત મેચમાં મળેલી હારનો બદલો લેવાની કોશિસ કરી રહ્યું છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ કિંગ્સ ઈલેવન પંજાબને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. કિંગ્સ ઈલેવન પંજાબે  20 ઓવરમાં 06 વિકેટના નુકશાન પર 182 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 07 વિકેટના નુકશાને 170 રન જ બનાવી શક્યું. આ રીતે પંજાબની 12 રને શાનદાર જીત થઈ.

પંજાબ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ

ક્રિશ ગેઈલ 22 બોલમાં 30 રન બનાવી જોફ્રા આર્ચરની ઓવરમાં સંજૂ સેમસનના હાથે કેચ આઉટ થયો

મયંક અગ્રવાલ 12 બોલમાં 26 રન બનાવી ઈસ સોઢીની ઓવરમાં જોફ્રા આર્ચરના હાથે કેચ આઉટ થયો.

લોકેશ રાહુલ 47 બોલમાં 52 રન બનાવી જયદેવ  ઉનડકટની ઓવરમાં જોફ્રા આર્ચરના હાથે કેચ આઉટ થયો.

નિકોલસ પૂરન 06 બોલમાં 05 રન બનાવી જોફ્રા આર્ચરની બોલિંગમાં આજિંક્ય રહાણેના હાથે કેચ આઉટમનદીપ સિંહ 02 બોલમાં એક પણ રન બનાવ્યા વગર જોફ્રા આર્ચરની બોલિંગમાં આજિંક્ય રહાણેના હાથે કેચ આઉટ  થયો

ડેવિડ મિલર 27 બોલમાં 40 રન બનાવી ધવલ કુલકર્ણીની ઓવરમાં જોસ બટલરના હાથે કેચ આઉટ

રાજસ્થાન - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

ધવલ કુલકર્ણીએ 04 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી

જયદેવ ઉનડકટે 04 ઓવરમાં 48 રન આપી 01 વિકેટ લીધી

જોફ્રા આર્ચરે 04 ઓવરમાં 15 રન આપી 03 વિકેટ લીધી

ઈસ શોઢીએ 04 ઓવરમાં 41 રન આપી 01 વિકેટ લીધી

શ્રેયશ ગોપાલે 04 ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ ન લીધી

રાજસ્થાન - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ

જોસ બટલર 17 બોલમાં 23 રન બનાવી અર્શદીપસિંહની ઓવરમાં નિકોલસ પૂરનના હાથે કેચ આઉટ થયો

સંજૂ સેમસન 21 બોલમાં 27 રન બનાવી રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો

રાહુલ ત્રિપાઠી 45 બોલમાં 50 રન બનાવી આર. અશ્વિનની ઓવરમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો

એશ્ટન ટર્નર 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર મુરૂગન અશ્વિનની ઓવરમાં ડેવિડ મિલરના હાથે કેચ આઉટ

જોફ્રા આર્ચર 03 બોલમાં 01 રન બનાવી મોહમ્મદ શામીની ઓવરમાં લોકેશ રાહુલના હાથે કેચ આઉટ

આજિંક્ય રહાણે 21 બોલમાં 26 રન બનાવી અર્શદીપ સિંગની ઓવરમાં મોહમ્મદ શમીના હાથે કેચ આઉટ થયો

શ્રેયશ ગોપાલ 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર મોહમ્મદ શમીની ઓવરમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો.

પંજાબ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

અર્શદીપ સિંગે 04 ઓવરમાં 43 રન આપી 02 વિકેટ લીધી

મુઝિબ ઉર રહેમાને 03 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી

મુરૂગન અશ્વિને 04 ઓવરમાં 24 રન આપી 01 વિકેટ લીધી

રવિચંદ્રન અશ્વિને 04 ઓવરમાં 24 રન આપી 02 વિકેટ લીધી

મોહમ્મદ શામીએ 04 ઓવરમાં 46 રન આપી 02 વિકેટ લીધી

મનદીપ સિંગે 01 ઓવરમાં 8 રન આપી એક પણ વિકેટ ન લીધી
First published: April 16, 2019
વધુ વાંચો
अगली ख़बर