નવી દિલ્હીઃ બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore)ને 5 વિકેટથી હરાવી દીધું. આ જીતની સાથે જ મુંબઈની ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નક્કી કરી દીધું છે. મેચની છેલ્લી ક્ષણોમાં મુંબઈના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને આરસીબીના ખેલાડી ક્રિસ મોરિસ (Chris Morris) વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી. મેચ બાદ મનુ નાયરે આ બંનેને ફટકાર લગાવી છે. આ બંને પર કોડ ઓફ કન્ડક્ટ તોડવાનો આરોપ લાગ્યો છે.
મેદાન પર શું થયું હતું?
ક્રિસ મોરિસ અને હાર્દિક પંડ્યાની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. મેચની 15મી ઓવરમાં મોરિસે પોતાના સ્લોઅર અને યોર્કર લેન્થના બોલથી પંડ્યાને ઘણો પરેશાન કર્યો, પરંતુ ચોથા બોલ પર હાર્દિક પંડ્યાએ એક જોરદાર સિક્સર ફટકારી દીધી. 17મી ઓવરમાં ફરી એકવાર બંને સામસામે હતા. આ ઓવરમાં બાજી મોરિસે મારી. તેણે પહેલા પાંચ બોલ પર એક જ ફોર કે સિક્સર મારવાની તક ન આપી. ત્યારબાદ 19મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ચોથા બોલ પર સિક્સર મારી. પરંતુ બીજા બોલ પર મોરિસે હાર્દિક પંડ્યાને મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ કરાવી દીધો. ત્યારબાદ હાર્દિક પેવેલિયન પરત ફરવા દરમિયાન મોરિસ સાથે બોલાચાલી કરવા લાગ્યો. બંનેની વચ્ચે શાબ્કિક જંગ જોવા મળી.
મેચ બાદ રેફરીએ આ ઘટનાને લઈ નારાજગી વ્યક્ત કરતાં બંને ખેલાડીઓને ફટકાર લગાવી છે. ક્રિસ મોરિસે આઇપીએલના કોડ ઓફ કન્ડક્ટ 2.5ને તોડવાનો દોષી છે. જ્યારે હાર્દિક પંડ્યા કોડ ઓફ કન્ડક્ટ 2.20 તોડવાનો દોષી હતો.
ઉલ્લેખનીય છે કે, IPL 2020ની 48મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Banglore)ને 5 વિકેટથી હરાવી દીધું. બેંગલોરે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 164 રન કર્યા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.1 ઓવરમાં ટાર્ગેટ પાર કરી દીધો. નોંધનીય છે કે આ મેચમાં બેંગલોરની ઓપનિંગ મુંબઈ કરતાં ઘણી સારી રહી, જોશુઆ ફિલિપી અને દેવદત્ત પડિકલે ટીમને સારી શરૂઆત અપાવી તેમ છતાંય બેંગલોર પર મુંબઈએ સરળ જીત નોંધાવી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર