IPL 2021 : આ વર્ષે પણ દર્શકો વગર યોજાશે આઇપીએલ, BCCI લઈ શકે છે મોટો નિર્ણય

IPL 2021 : આ વર્ષે પણ દર્શકો વગર યોજાશે આઇપીએલ, BCCI લઈ શકે છે મોટો નિર્ણય
IPL 2021ના આયોજન અંગે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ 3 વિકલ્પો પર વિચાર કરવામાં આવી શકે છે

IPL 2021ના આયોજન અંગે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ 3 વિકલ્પો પર વિચાર કરવામાં આવી શકે છે

 • Share this:
  નવી દિલ્હી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021)નું આયોજન 9 એપ્રિલથી થશે. આ વખતે આઇપીએલ ભારતમાં યોજાશે અને તે 30 મે સુધી ચાલશે. જોકે આ દરમિયાન આઇપીએલના આયોજન પર મોટા સમાચાર આવી રહ્યા છે. સતત બીજા વર્ષે આઇપીએલનું આયોજન દર્શકો વગર થશે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે આઇપીએલ 2021માં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી ન આપવામાં આવે. આવું કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic)ને ધ્યાને લઈ કરવામાં આવી રહ્યું છે.

  આ પહેલા અહેવાલ હતા કે કોવિડ-19 મહામારીના પ્રભાવને ઓછો કરવા માટે બીસીસીઆઇએ હાલની પરિસ્થિતિઓમાં આઇપીએલ મેચોને પાંચ શહેરો ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, દિલ્હી અને અમદાવાદમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ શહેરને મેચોની મેજબાની માટે મંજૂરી લેવી પડશે કારણ કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઝડપથી વધી ગયા છે. ચેન્નઈ અને કોલકાતાને મેચોની ફાળવણી આગામી થોડાક સપ્તાહોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’માં પ્રકાશિત અહેવાલ મુજબ, આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં દર્શકો વગર આઇપીએલના આયોજનને મંજૂરી મળી શકે છે. બીસીસીઆઇ પણ દર્શકો વગરના આઇપીએલના આયોજન પર પોતાનું મન બનાવી ચૂકી છે.  આ મામલા પર નજર રાખી રહેલા એક સૂત્રએ કહ્યું કે, જો પ્રશંસકોને મંજૂરી નથી આપવામાં આવતી તો અનેક સ્થળો પર આઇપીએલની મેજબાની કેમ? આઇપીએલ જેવી ટૂર્નામેન્ટમાં પ્રશંસકોને સ્થાનિક લાભ મળે છે. જો પ્રશંસકોને મંજૂરી નથી તો પ્રવાસનું જોખમ ઉઠાવતા અનેક સ્થળો પર તેનું આયોજન કેમ થવું જોઈએ? હાલમાં જ પાકિસ્તાન સુપર લીગ (PSL)ને કોવિડ-19 ના મામલા આવ્યા બાદ આ ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવી. જો આઇપીએલમાં કોવિડ-19ના મામલા આવે છે તો ટી20 વર્લ્ડ કપ આયોજન પર સવાલ ઊભા થઈ શકે છે.

  આ પણ વાંચો, પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે જરૂરી સમાચાર! 1 એપ્રિલથી નાણા જમા કરાવવા - ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા કપાશે

  ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ત્રણ વિકલ્પો પર વિચાર કરવામાં આવી શકે છે. પહેલું, કારવાં મોડલ જેમાં ટીમો બાયો બબલમાં રહીને સમૂહોમાં પ્રવાસ કરશે. બીજું, કેટલાક પસંદગીના સ્થળો પર આઇપીએલની મેચોનું આયોજન થાય પરંતુ તેનાથી પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને આપત્તિ હોઈ શકે છે કારણ કે હૈદરાબાદ, જયપુર અને મોહાલીનું નામ આયોજન સ્થળમાં સામેલ નથી કરવામાં આવ્યું. ત્રીજું, ફ્રેન્ચાઇઝી અનેક સ્થળો પર રમશે પરંતુ તેમને પોતાના ઘરના મેદાનમાં એક પણ મેચ રમવાની મંજૂરી નહીં મળે.

  આ પણ વાંચો, Paytmએ લૉન્ચ કરી રેફરલ સ્કીમ, મોબાઈલ રિચાર્જ પર 1000 રૂપિયા સુધીના કેશબેકની ઓફર

  નોંધનીય છે કે, આઇપીએલની 2020 સીઝનને યૂએઇમાં બાયો બબલમાં આયોજિત કરવામાં આવી હતી જેને મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી. બીજી તરફ ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ્સ માટે ક્વોલિફાય કરવાના કારણે આ વર્ષે ભારતમાં જૂનમાં પ્રસ્તાવિત એશિયા કપને રદ કરી દેવામાં આવ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published:March 07, 2021, 11:37 am

  ટૉપ ન્યૂઝ