IPLની બ્રાંડ વેલ્યુમાં જબરદસ્ત વધારો, એક વર્ષમાં આટલો વધ્યો બિઝનેસ

News18 Gujarati
Updated: August 10, 2018, 9:04 AM IST
IPLની બ્રાંડ વેલ્યુમાં જબરદસ્ત વધારો, એક વર્ષમાં આટલો વધ્યો બિઝનેસ
મુંબઈ ઈન્ડીયન્સ ટીમ

વર્ષ 2017માં આઈપીએલની વેલ્યુ 5.3 અબજ ડોલર હતી, જે આ વર્ષે 6.3 અબજ ડોલર થઈ ગઈ.

  • Share this:
વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ ઈન્ડીયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની બ્રાંડ વેલ્યુમાં સારો એવો વધારો થયો છે. વર્ષ 2017માં આઈપીએલની વેલ્યુ 5.3 અબજ ડોલર હતી, જે આ વર્ષે 6.3 અબજ ડોલર થઈ ગઈ છે.

ગ્લોબલ વેલ્યુએશન અને કોર્પોરેટ ફાઈનાન્સ એડવાઈઝર્સ ડફ એન્ડ ફેલપ્સ તરફથી બુધવારે જાહેર રિપોર્ટ અનુસાર, આઈપીએલની વેલ્યુ 18.9 ટકા વધીને 6.3 અબજ ડોલર થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, મુંબઈ ઈન્ડીયન્સ 113.0 મિલિયન ડોલરની બ્રાંડ વેલ્યુ સાથે સળંગ ત્રીજી સિઝનમાં ટોપ પર છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 104 મિલિયન ડોલર વેલ્યુ સાથે બીજા નંબર પર છે.

ઓન-ફિલ્ડ પરફોર્મેંસ અને મહેન્દ્ર સિંહ ધોની ફેક્ટરની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ને નેગેટિવ ઈમ્પેક્ટમાંથી બહાર આવવામાં મદદ મળી છે. સીએસકે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંનેની બ્રાંડ વેલ્યુ 98.0 મિલિયન ડોલર છે.

ત્યારબાદ લિસ્ટમાં સનરાઈજર્સ હૈદરાબાદ, દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ છે.

ડફ એન્ડ ફ્લેપ્સના પ્રબંધ નિર્દેશક સંતોષ એનએ કહ્યું કે, અમારી આઈપીએલની બ્રાંડ વેલ્યુ રિપોર્ટ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં રમતની લોકપ્રિયતા દર્શાવે છે.
First published: August 10, 2018, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading