Home /News /sport /

IPL 2021 મામલે બીસીસીઆનો મોટો નિર્ણય, UAEમાં રમાશે બાકી 31 મેચ

IPL 2021 મામલે બીસીસીઆનો મોટો નિર્ણય, UAEમાં રમાશે બાકી 31 મેચ

બીસીસીઆઇ આઇપીએચની બાકી મેચોને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજવા માટે તૈયાર

બીસીસીઆઇ આઇપીએચની બાકી મેચોને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજવા માટે તૈયાર

  નવી દિલ્હી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) આઇપીએલ 2021 (IPL 2021)ની બાકી બચેલી મેચો યુએઇ (UAE)માં આયોજિત કરશે. આ વાતની જાણકારી બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આપી છે. બીસીસીઆઇની સ્પેશલ જનરલ મીટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો. બીસીસીઆઇ આઇપીએચની બાકી મેચોને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજવા માટે તૈયાર છે.

  આઇપીએલની બાકીની મેચની શરૂઆત 19 કે 20 સપ્ટેમ્બરે થઈ શકે છે. ફાઇનલ મેચ યૂએઇમાં 10 ઓક્ટોબરે રમાશે. બીસીસીઆ ટી20 વર્લ્ડ કપ વિશે અંતિમ નિર્ણય લેવા માટે આઇસીસી પાસેથી જુલાઈ સુધીનો સમય માંગશે. આ વર્ષે ટી20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં પ્રસ્તાવિત છે. જો ભારતમાં સ્થિતિ નહીં સુધરે તો વર્લ્ડ કપ પણ યૂએઇમાં યોજી શકાય છે. કોરોના મહામારીને કારણે આઇપીએલ 2020 પણ યૂએઇમાં જ આયોજિત થઈ હતી.

  આ પણ જુઓ,  Video: પુલવામામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલની પત્નીએ જોઈન કરી Indian Army

  ઉલ્લેખનીય છે કે, બાયો બબલમાં અનેક ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 4 મેના રોજ બીસીસીઆઇએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સીઝનને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી.

  ટી20 વર્લ્ડ કપ ભારતમાં યોજવાની હજુ પણ આશા

  ટી20 વર્લ્ડ કપની મેજબાનીના અધિકાર પર અંતિમ નિર્ણય આઇસીસીએ લેવાનો છે. તેના માટે પહેલી જૂને આઇસીસીની બેઠક મળશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કારણે ટી20 વર્લ્ડ કપને રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતને મેજબાનીનો અધિકાર મળ્યો હતો.

  આ પણ વાંચો, 75 વર્ષ પહેલા અમેરિકાને મળી હતી એલિયનની લાશ! હવે 72 કરોડ રૂપિયામાં વેચાશે પોસ્ટમોર્ટમનો વીડિયો

  બીસીસીઆઇના સચિવ જય શાહે ઓફિશિયલ નિવેદનમાં કહ્યું કે, બીસીસીઆઇએ શનિવારે ભારતમાં ચોમાસાની સીઝને જોતાં આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વીવો ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 સીઝનની બાકી મેચોને પૂરી કરવાની ઘોષણા કરી. સ્પેશલ જનરલ મીટિંગમાં તમામ સભ્યોની સર્વસંમતિથી આઇપીએલને ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

  રણજી ખેલાડીઓને રાહત ન મળી

  ડોમેસ્ટિક ખેલાડીઓને ચૂકવણીના મુદ્દે સ્પેશલ જનરલ મીટિંગમાં કોઈ ચર્ચા નથી થઈ. કોવિડ-19ના કારણે રદ થયેલા રણજી સત્રના કારણે 700 ખેલાડી પ્રભાવિત થયા છે. બીસીસીઆઇએ ગયા વર્ષે જાન્યુઆરીમાં ખેલાડીઓને નાણાકીય મદદનો ભરોસો આપ્યો હતો પરંતુ તેની પદ્ધતિ વિશે નહોતું જણાવ્યું. એવું જાણવા મળ્યું છે કે રાજ્ય સંઘો પૈકી કોઈ એકને આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ સૌરવ ગાંગુલી અને રાજીવ શુક્લાએ તેને એજન્ડાનો હિસ્સો ન ગણતાં ઠુકરાવી દીધો.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Indian premier league, Ipl 2021, આઇપીએલ, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

  આગામી સમાચાર