નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સ્થગિત થયેલી આઇપીએલ (IPL 2021)ની 14 સીઝન હવે યૂએઇમાં પૂરી થશે. આઇપીએલના કડક બાયો બબલમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ 29 મેચ બાદ જ લીગને સ્થગિત કરી દેવામાં આવી હતી. થોડા દિવસો પહેલા બીસીસીઆઇ (BCCI)ની સ્પેશલ જનરલ મીટિંગમાં તેની જાહેરાત કરવામાં આવી કે બાકી બચેલી 31 મેચ યૂએઇ (UAE)માં રમાશે. જોકે તારીખને લઈ કોઈ નિર્ણય નહોતો લેવાયો. પરંતુ અહેવાલ આવી રહ્યા છે કે આઇપીએલ 2021ના બીજા ચરણનો પ્રારંભ 17 સપ્ટેમ્બરે થશે અને ફાઇનલ 10 ઓક્ટોબરે રમાશે.
ઇનસાઇડ સ્પોર્ટ્સના અહેવાલ મુજબ બીસીસીઆઇએ કેરેબિયન પ્રીમિયર લીગને ધ્યાને લઈ શિડ્યૂલની જાહેરાત નથી કરી. સીપીએલ 28 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી રમાશે. આ કારણે વેસ્ટ ઈન્ડિઝ બોર્ડ સાથે આ લીગને 7થી 10 દિવસ પહેલા યોજવાને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. જેથી આ લીગમાં રમનારા આઇપીએલના ખેલાડી યુએઇ પહોંચી શકે.
રિપોર્ટ મુજબ, આગામી 10 દિવસમાં બીસીસીઆઇ ઓફિશિયલ રીતે તારીખ અને શિડ્યૂલની જાહેરાત કરશે. મીડિયા રિપોર્સ્ર મુજબ, બીસીસીઆઇ હજુ પણ ઇંગ્લિશ ખેલાડીઓના આઇપીએલમાં રમવાને લઈ બોર્ડ સાથે વાત કરી રહ્યા છે. જોકે ઈંગ્લેન્ડ બોર્ડ પહેલા જ કહી ચૂક્યું છે કે તેઓ પોતાના ખેલાડીઓને રિલીઝ નહીં કરે.
આ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ને મોટો આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી અને ફાસ્ટબોલર પૈટ કમિન્સે આઇપીએલની હાલની સીઝનમાં નહીં રમવાની વાત કહી દીધી છે. આ ટીમ માટે ડબલ આંચકો માનવામાં આવી શકે છે, કારણ કે હાલની સીઝનમાં ટીમ સારું પ્રદર્શન નહોતી કરી શકી. ટીમે 7 મેચમાંથી માત્ર 2 મેચ જીતી છે. 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર