IPL 2021:ઈશાંત શર્માની જગ્યાએ આવેશ ખાનને કેમ મળે છે ટીમમાં સ્થાન, જુઓ પોન્ટીંગે શું આપ્યું કારણ

IPL 2021:ઈશાંત શર્માની જગ્યાએ આવેશ ખાનને કેમ મળે છે ટીમમાં સ્થાન, જુઓ પોન્ટીંગે શું આપ્યું કારણ

  • Share this:
    નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો છે કે, ટીમના પ્રથમ બે આઈપીએલ મેચમાંથી બહાર રહેલા અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માને એડીના ભાગે ઈજા થઈ છે. આઈપીએલની હરાજી પહેલા ઇશાંતને દિલ્હીની ટીમે સાચવી રાખ્યો હતો. તે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે ટીમની શરૂઆતી બે મેચમાં રમ્યો ન હતો, જેના કારણે યુવા ઝડપી બોલર અવવેશ ખાનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું.

    ગુરુવારે રાત્રે રાજસ્થાન સામે ટીમને ત્રણ વિકેટથી પરાજય મળ્યા બાદ પોન્ટિંગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "પ્રથમ મેચ વિશે વાત કરતાં ઇશાંત શર્માને એડીમાં સામાન્ય ઇજા થઈ હતી અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ." ઇશાંતને પેટમાં ઈજા થઈ હતી ત્યારબાદ તે યુએઈમાં આઇપીએલમાંથી બહાર થઈ ગયો અને તે પછી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં રમી શક્યો નહીં. ઇશાંતની ગેરહાજરીમાં આવેશને રમવાની તક મળી અને તેણે બે મેચમાં પાંચ વિકેટ લઈ પોટિંગને પ્રભાવિત કર્યો હતો.


    IPL 2021: સર જાડેજાએ કરી જોરદાર ફિલ્ડીંગ, સૌથી વધુ રન આઉટ કરવામાં નંબર વન


    પોન્ટિંગે કહ્યું, "તેણે તકનો પૂરો લાભ લીધો." છેલ્લા કેટલાક સમયથી તે ટીમનો એક ભાગ છે પરંતુ તેને તકો મળી રહી ન હતી. જો તમારી પાસે તેના જેવા ભારતીય ઝડપી બોલરો છે અને પછી ક્રિસ વોક્સ, એનરિક નરખીયા, કેગીસો રબાડા અને ટોમ કુરેન જેવા બોલરો છે, તો તમારો ઝડપી બોલિંગ હુમલો ખૂબ જ પ્રબળ છે.
    Published by:kuldipsinh barot
    First published:April 16, 2021, 23:43 pm