Home /News /sport /IPL 2021: દિનેશ કાર્તિક ફરી બની શકે છે KKRનો કેપ્ટન, કહ્યું-જવાબદારી લેવા તૈયાર

IPL 2021: દિનેશ કાર્તિક ફરી બની શકે છે KKRનો કેપ્ટન, કહ્યું-જવાબદારી લેવા તૈયાર

નવી દિલ્લી: કોરોના વાયરસ (Coronavirus)ને કારણે આઇપીએલ (IPL 2021)ની 14મી સિઝનમા 29 મેચો બાદ સ્થગિત કરી દેવમાં આવી હતી. જો હવે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં પૂરી થશે. આઇપીએલ 2021 (IPL 2021)ના બીજા ચરણમાં પહેલા કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ કેપ્ટન ઈઓન મોર્ગનને લઈને દુવિધામાં પડી ગઈ છે. હવે અહેવાલ મળી રહ્યો છે કે, દિનેશ કાર્તિક ફરીએકવાર KKRનો કેપ્ટન બની શકે છે.

મહત્વનું છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે ગિલ્સએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે, તેના ખેલાડીઓ આઈપીએલ 2021ની બાકીની 31 મેચોમાં ભાગ લેશે નહીં. આ કારણોસર, કેકેઆર ફરી એક વાર આ જવાબદારી તેના જૂના કેપ્ટન કાર્તિકને આપી શકે છે.

ગૌતમ ગંભીર 2018ની સિઝન પહેલા દિલ્હી ડેરડેવિલ્સમાં ગયા પછી દિનેશ કાર્તિકને કેકેઆરનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્રણ સીઝનમાં, તે પ્રભાવિત કરવામાં સંપૂર્ણપણે અસફળ રહ્યો. તેના નબળા પરિણામ પછી, ઇઓન મોર્ગનને યુએઈમાં રમાયેલી આઈપીએલ 2020 સીઝનની મધ્યમાં કેકેઆરનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. દિનેશ કાર્તિક પણ જરૂર પડે તો ફરીથી ટીમની કમાન સંભાળવાની તૈયારીમાં છે. સપ્ટેમ્બર સુધીમાં ઘણા બધા ફેરફારો થશે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કાર્તિકે કહ્યું કે, પેટ કમિન્સે પોતે કહ્યું છે કે તે આવશે નહીં, પરંતુ જ્યારે ઈયોન મોર્ગનની વાત આવે ત્યારે હજી 3 મહિના બાકી છે. હવેથી સપ્ટેમ્બર સુધી ઘણો બદલાઈ શકે છે, પરંતુ જો મને કેપ્ટન તરીકે કહેવામાં આવે તો હું તેના માટે તૈયાર થઈશ.

જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આઈપીએલ 2021ના ​​બીજા તબક્કા માટે ઉપલબ્ધ રહેશે કે નહીં. જો કે, વર્લ્ડ કપને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓ આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ ન લગાવે તો ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આઇપીએલ રમી શકે છે.
First published:

Tags: Dinesh karthik, Eoin Morgan, Ipl 2021, ક્રિકેટ ન્યૂઝ