IPL 2021 Auction લાઇવ સ્ટ્રીમિંગ - જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે માણશો લાઇવ હરાજી

IPL 2021 Auction લાઇવ સ્ટ્રીમિંગ - જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે માણશો લાઇવ હરાજી
IPL 2021 Auction: આઇપીએલની 14મી સીઝનની હરાજી 18 ફેબ્રુઆરીએ થશે. (IPL/Twitter)

આઇપીએલ 2021 માટેની હરાજી આજે બપોરે 3 વાગ્યે શરૂ થશે, આ પ્લેટફોર્મ્સ પર જોઈ શકશો લાઇવ સ્ટ્રીમિંગ

  • Share this:
    ચેન્નઈ. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) શરૂ થતાં પહેલા 18 ફેબ્રુઆરીએ (આજે) ચેન્નઈમાં આઇપીએલની હરાજી (IPL Auction 2021)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હરાજીમાં આઇપીએલની તમામ 8 ટીમો- મુંબઈ ઈન્ડિયન્સ (MI), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB), દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR), પંજાબ કિંગ્સ (PK), ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR)ને તક મળશે કે તેઓ પોતાની ટીમમાં ખાલી સ્થાનોને ભરી લે. આઇપીએલની 14મી સીઝન માટે મિની ઓક્શન પહેલું પગલું છે, જે આ વર્ષે આઇપીએલની ભારતમાં વાપસી તરફ ઈશારો કરે છે. કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના કારણે આઇપીએલની ગયા વર્ષની સીઝન UAEમાં રમાડાઇ હતી.

    જોકે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી આઇપીએલ 2021નું શિડ્યૂલ (IPL 2021 Schedule)ની જાહેરાત નથી કરી પરંતુ રિપોર્ટ્સ મુજબ આ ટૂર્નામેન્ટને એપ્રિલથી મે મહિનાની વચ્ચે યોજવામાં આવશે. ટૂર્નામેન્ટ એપ્રિલના શરૂઆતના બે સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે કારણ કે ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચેની સીરીઝ 28 માર્ચે ખતમ થશે. એવામાં ખેલાડીઓને આઇપીએલ પહેલા બ્રેકની જરુર રહેશે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી પણ આઇપીએલ પહેલા ખેલાડીઓને બ્રેક આપવાની ભલામણ કરી ચૂક્યા છે.



    આ પણ વાંચો, આ છે IPLમાં વેચાયેલા અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી, યુવરાજ-કમિન્સ-સ્ટોક્સ ટોપ-3માં સામેલ

    IPL હરાજી 2021 કયા સમયે શરૂ થશે?
    આઇપીએલ 2021ની હરાજીની લાઇવ કાર્યવાહી ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યાથી શરૂ થવાની અપેક્ષા છે.

    IPL 2021ની હરાજી ક્યાં યોજાશે?
    IPL 2021ની હરાજી 18 ફેબ્રુઆરી (આજે) ચેન્નઈમાં યોજાશે.

    ટીવી પર IPL 2021ની હરાજીનું લાઇવ પ્રસારણ કઈ ચેનલ પર થશે?
    IPL 2021ની હરાજીનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.

    આ પણ વાંચો, IPL Auction 2021: આઇપીએલ ટીમોની રિટેન-રિલીઝ પ્લેયર વિશેની તમામ જાણકારી મેળવો

    વીવો આઇપીએલ હરાજી 2021નું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
    તમે IPL 2021ની હરાજીનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+ હોટસ્ટાર પર જોઈ શકો છો. તેની સાથે જ તમે લાઇવ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ https://gujarati.news18.com/sport/ ને ફોલો કરી શકો છો. આ ઉપરાંત રિલાયન્સ જિયોના ગ્રાહક આઇપીએલ હરાજી 2021ને જિયો ટીવી મોબાઇલ એપ પર લાઇવ સ્ટ્રીમ જોઈ શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published:February 18, 2021, 09:12 am

    ટૉપ ન્યૂઝ