IPL Auction 2021: હરાજીની તારીખ, ટેલિકાસ્ટ, પર્સ, રિટેન-રિલીઝ પ્લેયર વિશેની તમામ જાણકારી મેળવો

IPL Auction 2021: હરાજીની તારીખ, ટેલિકાસ્ટ, પર્સ, રિટેન-રિલીઝ પ્લેયર વિશેની તમામ જાણકારી મેળવો
IPL 2021 Auction: આઇપીએલની 14મી સીઝનની હરાજી 18 ફેબ્રુઆરીએ થશે. (IPL/Twitter)

IPL 2021ની હરાજીમાં 8 ફ્રેન્ચાઈઝી 61 સ્થાનો ભરવા માટે બોલી લગાવશે, 164 ભારતીય, 125 વિદેશી અને એસોસિએટ દેશોના 3 ખેલાડીઓ મેદાનમાં

 • Share this:
  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021 Auction)ની 14મી સીઝન માટેની હરાજી 18 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનાર છે. આ એક મીની હરાજી છે, જેથી હરાજીનો કાર્યક્રમ ફક્ત એક દિવસનો રહેશે, જે પાંચથી છ કલાકમાં સમાપ્ત થશે. BCCIએ IPL 2021ની તારીખ હજુ સુધી જાહેર નથી કરી, પરંતુ ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી 28 માર્ચે સમાપ્ત થવાના કારણે એપ્રિલના બીજા અઠવાડિયા પહેલા ટૂર્નામેન્ટ શરૂ થશે નહીં. આ શ્રેણી બાદ ખેલાડીઓને ખૂબ જ જરૂરી બ્રેક આપવામાં આવશે, જેની ભલામણ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી દ્વારા પણ કરવામાં આવી છે.

  નવી આઈપીએલ સીઝનની શરૂઆતના આશરે બે મહિના પહેલા આઈપીએલની આઠ ફ્રેન્ચાઇઝી આઇપીએલ 2021ની નિર્ણાયક હરાજીમાં ભાગ લેશે. આઈપીએલની હરાજી ક્યારે થશે? તેનું લાઈવ ટેલિકાસ્ટ થશે? ત્યાં કેટલા ખેલાડીઓ છે? ઉપલબ્ધ પર્સ વિશેની માહિતી? ચાલો જાણીએ અહીંની હરાજી પહેલા તેનાથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ બાબતો...  આઈપીએલ 2021 હરાજીની તારીખ, સમય અને સ્થળ: આઈપીએલ 2021ની હરાજી ગુરુવારે 18 ફેબ્રુઆરીએ થશે. આ કાર્યક્રમ બપોરે 3 વાગ્યે ચેન્નઇમાં શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઇપીએલ માલિકોએ હરાજીમાં ભાગ લેવા માટે કોરોના વાયરસના બે આરટી-પીસીઆર ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ્સ આપવા પડશે.

  શું આઈપીએલ 2021ની હરાજી લાઇવ થશે? - હા, ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સની ઘણી ચેનલો પર આ પ્રોગ્રામ લાઈવ જોઈ શકશે. આઈપીએલ 2021ની હરાજી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.

  આઈપીએલ 2021ની હરાજીમાં કેટલા ખેલાડીઓ હશે? - 292 ખેલાડીઓ 61 ખાલી જગ્યાઓ માટે ભાગ લેશે. આઈપીએલ 2021ની હરાજી માટે કુલ 1114 ક્રિકેટરોએ નોંધણી કરાવી હતી અને ગયા અઠવાડિયે આ યાદી 292 પર પહોંચી હતી. બે ભારતીય ખેલાડીઓ હરભજન સિંહ અને કેદાર જાધવની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. હરાજી માટેના ખેલાડીઓની સંપૂર્ણ સૂચિ IPLT20.com પર ઉપલબ્ધ છે.

  આઈપીએલ ફ્રેન્ચાઇઝના પર્સમાં કેટલા પૈસા છે? - ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની હરાજી પહેલા વિવિધ ફ્રેન્ચાઇઝીઝ દ્વારા જાહેર કરાયેલ ખેલાડીઓની સૂચિ નીચે મુજબ છે. ખેલાડીઓની રિલીઝ કરવાની સાથે હવે ટીમના પર્સમાં ઘણા પૈસા છે.

  આ પણ વાંચો, ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, કહ્યુ- રિટાયરમેન્ટ માટે આ યોગ્ય સમય

  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:

  >> રિલીઝ: ગુરકીરત સિંહ માન, મોઇન અલી, પાર્થિવ પટેલ (ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત), પવન નેગી, શિવમ દુબે, ઉમેશ યાદવ, એરોન ફિંચ, ક્રિસ મોરિસ, ડેલ સ્ટેન, ઇસુરુ ઉડાના.
  >> રીટેન: વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ જંપા, શાહબાઝ અહેમદ, જોશ ફિલિપ, કેન રિચાર્ડસન, પવન દેશપાંડે.
  >> ટીમ પાસે બચેલી રકમ: રૂ. 35.4 કરોડ રૂપિયા

  ચેન્નાઈ સુપર કિંગ્સ:

  >> રિલીઝ: શેન વૉટસન (નિવૃત્ત), મુરલી વિજય, કેદાર જાધવ, હરભજન સિંઘ, પિયુષ ચાવલા, મોનુ સિંહ.
  >> રિટેન: મહેન્દ્રસિંહ ધોની, રુતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, સેમ કર્ર્ન, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, ફાફ ડુપ્લેસી, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કર્ણ શર્મા, અંબાતી રાયડુ, મિશેલ સૈન્ટનર, રવિન્દ્ર જાડેજા, નારાયણ જગદિશન, કેએલ આસિફ, લુંગી એનજીડી, સાઇ કિશોર.
  >> બાકી રકમ: 19.9 કરોડ

  રાજસ્થાન રોયલ્સ:

  >> રિલીઝ: સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશાને થોમસ, આકાશ સિંઘ, વરૂણ એરોન, ટોમ કુર્રન, અનિરુધ જોશી, શશાંક સિંહ.
  >> રિટેન: સંજુ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાતીયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી, એન્ડ્ર્યૂ ટાઇ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડેય, જશ્શવી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા અને રોબિન ઉથપ્પા
  >> બાકી રકમ: 37.85 કરોડ

  આ પણ વાંચો, Happy b'day AB De Villiers: વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 50, 100 ફટકારવાનો રેકોર્ડ આ સુપરમેનના નામે

  દિલ્હી કેપિટલ્સ:

  >> રિલીઝ: મોહિત શર્મા, તુષાર દેશપાંડે, કીમો પૉલ, સંદીપ લામિછાને, એલેક્સ કેરી, જેસન રોય.
  >> રિટેન: શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, ઋષભ પંત, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન, લલિત યાદવ, હર્ષલ પટેલ, આવેશ ખાન, પ્રવીણ દુબે, કાગિસો રબાડા, એનરિચ, માર્કસ સ્ટોનિસ, શિમરોન હેટમાયર, ક્રિસ વોક્સ, ડેનિયલ સૈમ્સ.
  >> બાકી રકમ: 13.4 કરોડ

  સનરાઇઝર્સ હૈદરાબાદ:

  >> રિલીઝ: બિલી સ્ટેનલેક, ફેબિયન એલન, સંજય યાદવ, બી સંદીપ અને વાય પૃથ્વી રાજ.
  >> રિટેન: કેન વિલિયમસન, ડેવિડ વોર્નર, મનીષ પાંડે, વિરાટ સિંઘ, પ્રિયમ ગર્ગ, સમદ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, ટી. નટરાજન, અભિષેક શર્મા, શાહબાઝ નદીમ, મિશેલ માર્શ, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, રિદ્ધિમાન સહા, શ્રીવત્સ ગોસ્વામી, થામ્પી અને જેસન હોલ્ડર.
  >> બાકી રકમ: 10.75 કરોડ

  કિંગ્સ ઇલેવન પંજાબ:

  >> રિલીઝ: ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કાટ્રેલ, કે ગૌતમ, મુજીબ ઉર રેહમાન, જીમ્મી નીશમ, હાર્ડસ વિઝલોન, કરૂણ નાયર, જગદીશ સુચિત, તેજિંદર સિંહ.
  >> રિટેન: કેએલ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પુરન, મનદીપ સિંઘ, સરફરાઝ ખાન, દિપક હૂડા, પ્રભસિમરન સિંહ, મોહમ્મદ શર્મ, ક્રિસ જોર્ડન, દર્શન નલકંડે, રવિ બિશ્નોઇ, મુરુગન અશ્વિન, અરશદિપ સિંહ, હરપ્રીત બ્રાર, ઇશાન પોરલ.
  >> બાકીની રકમ: 53.2 કરોડ

  આ પણ વાંચો, IND Vs ENG: જસપ્રીત બુમરાહને વનડે-ટી20 શ્રેણીમાં મળી શકે છે આરામ, સૂર્યકુમાર યાદવને મળી શકે છે તક

  મુંબઇ ઇન્ડિયન્સ:

  >> રિલીઝ: લસિથ મલિંગા, નાથન કુલ્ટર નીલ, જેમ્સ પેટિન્સન, શેરફેન રૂથરફોર્ડ, મિશેલ મેક્લેનાગન, દિગ્વિજય દેશમુખ, પ્રિન્સ બલવંત રાય.
  >> રિટેન: રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૈરન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડેકોક, ટ્રેન્ટ બોલ્ટ, ઇશાન કિશન, રાહુલ ચહર, સૌરભ તિવારી, ધવલ કુલકર્ણી, આદિત્ય તારે, જયંત યાદવ, ક્રિસ લિન, અનુકૂલ રોય, અનમોલપ્રીત સિંહ અને મોહસીન ખાન.
  >> બાકી રકમ: 15.35 કરોડ

  કોલકાતા નાઈટ રાઇડર્સ:

  >> રિલીઝ: નિખિલ નાયક, સિદ્ધેશ લાડ, એમ સિદ્ધાર્થ, ટોમ બેન્ટન, ક્રિસ ગ્રીન, હેરી ગુર્ની.
  >> રિટેન: ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, પ્રખ્યાત કૃષ્ણા, રિંકુ સિંઘ, સંદીપ વૉરિયર, શિવમ માવી, શુબમન ગિલ, સુનીલ નરેન, પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સિફર્ટ.
  >> બાકી રકમ: 10.75 કરોડ.
  Published by:Mrunal Bhojak
  First published:February 17, 2021, 14:19 pm

  ટૉપ ન્યૂઝ