Home /News /sport /

IPL 2021: કોરોનાની વચ્ચે આઇપીએલને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે, જાણો કારણ

IPL 2021: કોરોનાની વચ્ચે આઇપીએલને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે, જાણો કારણ

KKR અને CSKના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને લઈ BCCI લઈ શકે છે આ મોટો નિર્ણય

KKR અને CSKના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા બાદ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને લઈ BCCI લઈ શકે છે આ મોટો નિર્ણય

  નવી દિલ્હી. આઇપીએલ 2021 (IPL 2021)ને કોરોના (Covid-19)એ છેવટે પોતાની ઝપટમાં લઈ લીધું. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સભ્યો પોઝિટિવ આવ્યા બાદ એક મેચ (KKR vs RCB)ને સ્થગિત કરવી પડી. તેના કારણે અનેક ટીમો પ્રભાવિત થઈ છે. બીજી પણ કેટલીક મેચ સ્થગિત થઈ શકે છે. અત્યારે 4 વેન્યૂ પર 31 મેચ રમાવાની બાકી છે. બીસીસીઆઇ (BCCI) ખેલાડીઓને સુરક્ષિત રાખવા અને તેમને મુસાફરી કરવાથી બચાવવા માટે ટી20 લીગની બાકી બચેલી તમામ મેચો મુંબઈ (Mumbai)માં આયોજિત કરી શકે છે.

  ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, આ સપ્તાહે બીસીસીઆઇ ટૂર્નામેન્ટને મુંબઈ શિફ્ટ કરી શકે છે. ટૂર્નામેન્ટને ફરીથી રી-શિડ્યૂલ કરવામાં આવી શકે છે અને ડબલ હેડરની વધુ મેચ યોજવામાં આવી શકે છે. આ ઉપરાંત આઇપીએલ ફાઇનલને 30 મેથી લંબાવીને જૂનના પહેલા સપ્તાહ સુધી લઈ જઈ શકાય છે. જોકે બીસીસીઆઇ સૌથી મોટો પડકાર તમામ 8 ટીમો માટે બાયો બબલ બનાવવું છે.

  આ ટીમો રમી ચૂકી છે મુકાબલા

  જોકે આઇપીએલના પહેલા રાઉન્ડ દરમિયાન મુંબઈના ત્રણ મેદાન વાનખેડે, ડી.વાય. પાટીલ અને બ્રેબોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાનખેડેમાં તમામ 10 મેચ રમાઈ હતી. અન્ય બે મેદાન અને બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ સ્થિત મુંબઈ ક્રિકેટ એસોસિએશનના મેદાન પર વિભિન્ન ટીમોએ ટ્રેનિંગ કરી હતી. મળતી જાણકારી મુજબ, બીસીસીઆઇએ મુંબઈ સ્થિત મોટી હોટલથી બાયો બબલ માટે જરુરી એસઓપીને લઈને ચર્ચા કરી. જોકે બોર્ડ તરફથી હજુ સુધી તેની પર કોઈ નિવેદન નથી આવ્યું.

  આ પણ વાંચો, UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર, ફટાફટ ફોનમાં કરી લો સેવ, દૂર થશે તમામ પરેશાની

  બેંગલોર અને કોલકાતામાં રમાવાની છે મેચો

  હવે લીગની મેચો બેંગલોર અને કોલકાતામાં યોજાવાની છે. પરંતુ કોરોનાના કેસો આવ્યા બાદ બોર્ડ ખેલાડીઓની સુરક્ષાને લઈ ગંભીર છે અને તેઓ ઓછામાં ઓછી મુસાફરી ઈચ્છે છે. જ્યારે આઇપીએલ શરૂ થઈ ત્યારે મુંબઈમાં રોજના 10 હજાર કેસ આવી રહ્યા હતા. પરંતુ સોમવારે અહીં માત્ર 2662 કેસ આવ્યા છે. આ 17 માર્ચ બાદ સૌથી ઓછા કેસ છે.

  આ પણ વાંચો, PM KISAN Scheme: ખેડૂતો માટે ખુશખબરી, આ તારીખે જમા થશે 2000 રૂપિયા, ચેક કરો લિસ્ટમાં આપનું નામ!

  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પર થશે અસર

  બીસીસીઆઇ જો ટી20 લીગની ફાઇનલની તારીખને આગળ ધકેલે છે તો તેનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર અસર પડી શકે છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18થી 22 જૂન સુધી સાઉથમ્ટ્ફનમાં રમાશે. બ્રિટેને હાલમાં ભારતની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આઇસીસી હજુ બ્રિટિશ સરકારને નિયમોમાં છુટ આપવાને લઈ ચર્ચા કરી રહી છે. બંને દેશના ખેલાડી આઇપીએલમાં રમી રહ્યા છે. મુંબઈમાં મેચો યોજાવાથી એ ફાયદો રહેશે કે તમામ ખેલાડી અહીંથી સીધા બ્રિટન જઈ શકશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Chennai super kings, Coronavirus, COVID-19, Ipl 2021, Kolkata Knight Riders, Rcb vs kkr, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन