રમત-જગત

  • associate partner

IPL 2020: ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે બદલ્યો નિર્ણય? સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા

News18 Gujarati
Updated: October 14, 2020, 2:12 PM IST
IPL 2020: ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે બદલ્યો નિર્ણય? સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા
શાર્દૂલ ઠાકુરની ઓવરમાં એવું તો શું થયું કે કેપ્ટન કૂલ ધોનીને અમ્પાયર પર આવ્યો ગુસ્સો, જુઓ VIDEO

શાર્દૂલ ઠાકુરની ઓવરમાં એવું તો શું થયું કે કેપ્ટન કૂલ ધોનીને અમ્પાયર પર આવ્યો ગુસ્સો, જુઓ VIDEO

  • Share this:
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 29મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની વચ્ચે દુબઈ સ્ટેડિયમમાં રમાઈ. CSK તરફથી શેન વૉટસને 42 રનની અને અંબાતૂ રાયડૂએ 41 રનની ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાએ અંતમાં 10 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સર ફટકાર અણનમ 25 રન કર્યા. પહેલા બેટિંગ કરતાં CSKએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 8 વિકેટ ગુમાવીને 147 રન જ કરી શકી અને તે 20 રનથી મેચ હારી ગઈ. મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) અને અમ્પાયર વચ્ચે એક ઘટના બની જેની સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ મેચ દરમિયાન પ્રશંસકોને ફરી એકવાર ધોનીનો ગુસ્સો જોવા મળ્યો. ધોનીના આ ગુસ્સાના કારણે અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો. ધોનાના ગુસ્સાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે ધોનીના ગુસ્સાથી અમ્પાયરે વાઇડ બોલ ન આપવાની બાબતની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.
મૂળે, સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગની 19મી ઓવરમાં આ ઘટની બની, જ્યારે શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) બોલિંગ કરી રહ્યો હતો. 19મી ઓવરનો બીજો બોલ ઠાકુરે રાશિદ ખાનને ઓફ સ્ટમ્પની બહાર યોર્કર ફેંક્યો. તેની પર અમ્પાયર પોલ રિફેલ (Paul Reiffel)એ વાઇડનો ઈશારો કરવા માટે પોતાના હાથ બહાર કાઢ્યા, પરંતુ તેની વિકેટની પાછળ ઊભેલા ધોનીનો ગુસ્સો નજરમાં આવી ગયો. ધોની અમ્પાયર પર ગુસ્સો કરતો જોવા મળ્યો, ત્યારબાદ અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો.

આ પણ વાંચો, આવી ગઈ Hero MotoCorpની નવી બાઇક Glamour Blaze, જાણો કિંમત અને ફીચર્સ વિશે...

ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો તેની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને પ્રશંસકો તેની પર પોતાના રિએક્શન આપી રહ્યા છે.

આ પણ વાંચો, Goldમાં રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ભૂલથી પણ બેંકથી ન ખરીદશો સોનાના સિક્કા, જાણો કારણ

બીજી તરફ, મેચ જીત્યા બાદ ધોનીએ કહ્યું કે, આ સારી મેચ રહી અને અંતમાં તો બે પોઇન્ટનું મહત્વ છે. ધોનીએ કહ્યું કે, મને લાગે છે કે એ અગત્યનું છે કે બે પોઇન્ટ મળ્યા અને આજે અમે સારું રમ્યા. આ એક મેચ હતી, પરફેક્ટની નજીક હતી. એક બે ઓવર સારી થઈ શકતી હતી, પરંતુ આ મેચ સારી રહી.
Published by: Mrunal Bhojak
First published: October 14, 2020, 9:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading