રમત-જગત

  • associate partner

યૂએઈમાં 26 સપ્ટેમ્બરથી શરૂ થશે આઈપીએલ, 6 નવેમ્બરે ફાઈનલ રમાશે : રિપોર્ટ્સ

News18 Gujarati
Updated: July 17, 2020, 11:42 PM IST
યૂએઈમાં 26 સપ્ટેમ્બરથી શરૂ થશે આઈપીએલ, 6 નવેમ્બરે ફાઈનલ રમાશે : રિપોર્ટ્સ
યૂએઈમાં 26 સપ્ટેમ્બરથી શરુ થશે આઈપીએલ, 6 નવેમ્બરે ફાઈનલ રમાશે : રિપોર્ટ્સ

આઈપીએલનુ સંપૂર્ણ શિડ્યૂલ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જાહેર કરી શકે છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરેલી આઈપીએલ 2020 હવે 26 સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સના મતે બીસીસીઆઈએ આઈપીએલના આયોજનનુ શિડ્યૂલ બનાવી લીધુ છે અને તેનુ આયોજન આ વખતે ભારતની બહાર થશે. રિપોર્ટના મતે આઈપીએલ યૂએઈમાં રમાડવામાં આવશે. ભારતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેના કારણે બીસીસીઆઈને આ નિર્ણય લેવો પડ્યો છે.

ક્યારે યોજાશે આઈપીએલ ફાઈનલ?

મીડિયા રિપોર્ટ્સના મતે બીસીસીઆઈએ આઈપીએલનુ સંપૂર્ણ શિડ્યુલ તૈયાર કરી લીધુ છે. ટૂર્નામેન્ટ યૂએઈમાં 26 સપ્ટેમ્બરે શરુ થશે અને 6 નવેમ્બરે આઈપીએલની ફાઈનલ મેચ રમાશે. આઈપીએલનુ સંપૂર્ણ શિડ્યૂલ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જાહેર કરી શકે છે. આ પહેલા ગુરુવારે સમાચારો મળ્યા હતા કે, આઈપીએલમાં ભાગ લેવાવાળા બધા ભારતીય ક્રિકેટર 5 અઠવાડિયાની ટ્રેનિંગ માટે યૂએઈ જઈ શકે છે. ટ્રેનિંગ કેમ્પ પુરો થયા પછી આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને પોતાના ટ્રેનિંગ કેમ્પ લગાવવાની તક આપવામાં આવશે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ નતાશાની બેબી બંપ વાળી તસવીર શેર કરી, તમે પણ જોઈને કહેશો ક્યૂટ

યૂએઈ જ છે એકમાત્ર વિકલ્પ

સ્પોર્ટ્સકીડામાં છપાયેલા રિપોર્ટ્સના મતે સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે બીસીસીઆઈ પાસે યૂએઈ જ આઈપીએલના આયોજનનો વિકલ્પ છે. બીસીસીઆઈ યૂએઈમાં આઈપીએલનું આયોજન કરવા માટે મંજૂરી મેળવી રહ્યું છે. જણાવી દઈએ કે આવું બીજી વખત થશે કે આઈપીએલ મેચ યૂએઈમાં થશે. આ પહેલા વર્ષ 2014માં આઈપીએલનો પહેલા રાઉન્ડ અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં આયોજીત થયો હતો. લોકસભાની ચૂંટણીના કારણે યૂએઈમાં પહેલા ચરણના મેચો આયોજીત કરાઈ હતી.

યૂએઈને પસંદ કરવાનુ કારણયૂએઈને આઈપીએલનું આયોજન સ્થળ પસંદ કરવાનુ એક અલગ કારણ છે. દુબઈ પૂરી દુનિયાથી જોડાયેલુ છે. ત્યાં આખી દુનિયાની ફ્લાઈટ્સ આવે છે. આ માટે વિદેશી ખેલાડીઓને બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડીઝથી યૂએઈ લાવવા આસાન રહેશે.

દુબઈ આઈપીએલનું આયોજન કરવા તૈયાર છે

તમને જણાવી દઈએ કે દુબઈ સ્પોર્ટ્સ સિટીના અધ્યક્ષ સલમાન હનીફે પણ ગલ્ફ ન્યૂઝની સાથે ખાસ વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે કે તે આઈપીએલનું આયોજન કરવા માટેની તૈયારીમાં જોડાયેલા છે. સલમાન હનીફે કહ્યું કે દુબઈ સ્પોર્ટ્સ સિટી સ્થિત દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઈસીસી એકેડમી સ્ટેડિયમ આઈપીએલ આયોજન કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. જણાવી દઈએ કે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 9 પિચ છે અને એવામાં ત્યાં ઘણી મેચોનું આયોજન કરી શકાય છે. દરેક પિચ પર દરરોજ મેચનું આયોજન કરી શકાય છે અને સાથે-સાથે બીજી પિચ આગળની મેચ માટે તૈયાર કરાઈ શકે છે.
Published by: Ashish Goyal
First published: July 17, 2020, 7:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading