Home /News /sport /IPL 2020: રોહિત માટે સૂર્યકુમારે આપ્યું બલિદાન, મેચ બાદ કેપ્ટન માટે કહી મોટી વાત

IPL 2020: રોહિત માટે સૂર્યકુમારે આપ્યું બલિદાન, મેચ બાદ કેપ્ટન માટે કહી મોટી વાત

IPLની ફાઇનલ મેચની 11મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ રન આઉટ થઈ ગયો, તે માત્ર 19 રન કરીને પેવેલિયન પરત ફર્યો

IPLની ફાઇનલ મેચની 11મી ઓવરમાં સૂર્યકુમાર યાદવ રન આઉટ થઈ ગયો, તે માત્ર 19 રન કરીને પેવેલિયન પરત ફર્યો

    નવી દિલ્હીઃ રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ રેકોર્ડ બ્રેક પાંચમી વાર આઇપીએલ (IPL 2020)નું ટાઇટલ પોતાના નામે કરી દીધું. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)એ આપેલા 157 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈએ સરળતાથી 5 વિકેટથી જીત મેળવી દીધી. કેપ્ટન રોહિત શર્માએ 68 રનની ઇનિંગ રમીને મેચ એકતરફી કરી દીધી. ભલે રોહિતની સ્ફોટક ઇનિંગના વખાણ થતા હોય પરંતુ જેટલા વખાણ તેની કેપ્ટન્સી થઈ રહ્યા છે તો બીજી તરફ એટલી જ ચર્ચા સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav)ની થઈ રહી છે. જે માત્ર 19 રન જ કરી શક્યો, તેમ છતાંય દરેક ક્રિકેટપ્રેમી તેને સલામ કરી રહ્યા છે.

    મૂળે, સૂર્યકુમાર રન આઉટ થઈ ગયો અને તે પણ રોહિતને બચાવવા અને ટીમ માટે. મૂળે રોહિત સૂર્યકુમારે ના પાડી હોવા છતાંય સિંગલ લેવા માટે બીજી તરફ પહોંચી ગયો. એવામાં સૂર્યકુમાર યાદવે ટીમને પોતાની વિકેટનું બલિદાન આપવાનો નિર્ણય કર્યો અને તે ક્રીઝથી બહાર નીકળી ગયો અને રન આઉટ થઈને તે પેવેલિયન પરત ફર્યો.

    આ પણ વાંચો, માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે સોના-ચાંદીના સિક્કા બહાર પાડ્યા, દિવાળીએ અહીંથી ખરીદી શકો શકો છો

    મેચ જીત્યા બાદ સૂર્યકુમારે કહ્યું કે તૈયારી, પ્રક્રિયા અને નિયમિતતા અગત્યના છે અને તે માત્ર એક જ ચીજ કહે છે, આપણે સૌએ તેનું ધ્યાન રાખવું જોઈએ અને તમે જાઓ પોતાનું કૌવત બતાવો, મજા માણો અને જે પોતાનું બેસ્ટ હોય તે કરીને બતાવો. રોહિત માટે બલિદાન આપવા પર સૂર્યકુમારે કહ્યું કે તે સારી બેટિંગ કરી રહ્યો હતો. તે પહેલી મેચથી જ સારું રમી રહ્યો છે. હું ક્યારેય તેમના માટે પોતાની વિકેટના બલિદાનને ખોટું નથી માનતો.

    આ પણ વાંચો, આ વર્ષે દિવાળી પર 10 રૂપિયાની એક નોટ આપને કરી દેશે માલામાલ, ખાતામાં આવશે હજારો રૂપિયા

    રોહિત શર્માથી થઈ હતી ભૂલ

    મામલો 11મી ઓવરનો પાંચમો બોલ છે. અશ્વિનના બોલને રોહિતે હિટ કર્યો અને તે સિંગલ માટે દોડ્યો, બીજા છેડેથી સૂર્યકુમારે ના પાડી, પરંતુ ત્યાં સુધી રોહિત નોન સ્ટ્રાઇક એન્ડની નજીક પહોંચી ગયો હતો. ત્યારબાદ સૂર્યકુમારે પોતાની વિકેટનું બલિદાન આપતાં ટીમ સ્પિરીટ દર્શાવતા ક્રીઝથી બહાર નીકળી ગયો અને રન આઉટ થઈ ગયો. તે જાણતો હતો કે અહીં કેપ્ટનથી ભૂલ થઈ છે પરંતુ તેણે પોતાના ચહેરા પર ફરિયાદની એક લાઇન પણ ન આવવા દીધી અને તે પેવેલિયન પરત ફર્યો. પરંતુ રોહિતને તેનો ઘણો અફસોસ થયો.
    First published: