ક્રિકેટ પ્રેમી આનંદો! IPLનો કાર્યક્રમ થયો જાહેર, કયા દિવસે કઈ ટીમ વચ્ચે ટક્કર? અહીં જુઓ - પુરૂ શિડ્યુલ

આઈપીએલ-2020નો પૂરો કાર્યક્રમ

આ શિડ્યુલથી ફેન્સ પણ ખુબ ખુશ છે, કેમ કે, પહેલી જ મેચમાં તેમને આઈપીએલની બે સર્વશ્રેષ્ઠ ટીમ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે.

 • Share this:
  નવી દિલ્હી : Coronavirusના ખતરા વચ્ચે આખરે હવે આઈપીએલ(IPL 2020) ની 13મી સિઝનનું આયોજન થવા જઈ રહ્યું છે. યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે આઈપીએલનું આયોજન કરવામાં આવશે. લીગનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.

  ઉદ્ઘાટન મુકાબલો આઈપીએલની બે સૌથી સફળ ટીમ રોહિત શર્મા(Rohit Sharma)ની આગેવાનીમાં મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને એમએસ ધોની(MS Dhoni)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમવામાં આવશે.

  આઈપીએલ-13નું આયોજન માર્ચમાં થવાનું હતું, પરંતુ કોરોના વાયરસના કારણે તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ પહેલા એશિયા કપ અને પછી ટી-20 વર્લ્ડ કપ આગામી વર્ષ સુધી ટળવાના કારણે બીસીસીઆઈને આ આયોજન માટે વિંડો મળી ગઈ અને બીસીસીઆઈએ પણ આ મોકાનો પુરો ફાયદો ઉઠાવી યુએઈમાં તેનું આયોજન કરવાનો નિર્ણય લીધો.

  આ વખતે સીઝન લીગની પુરી સિઝન 53 દિવસ ચાલશે. જેમાં કુલ 10 ડબલ હેડર્સ રમવામાં આવશે. દુનિયાની સૌથી મોટી ટી-20 ક્રિકેટ લીગમાંથી એક આઈપીએલનું આયોજન યુએઈમાં ત્રમ જગ્યા પર, જેમાં અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં રમવામાં આવશે.

  ભારતીય સમય અનુસાર, મુકાબલા બપોરે સાડા ત્રણ કલાકે શરૂ થશે અને સાંજે મુકાબલો સાડા સાત કલાકે શરૂ થશે. સાંજના મુકાબલાને અડધો કલાક વહેલો શરૂ કરવામાં આવશે. દુબઈમાં 24 માર્ચ, અબુ ધાબીમાં 20 અને શારજાહમાં 12 માર્ચે મેચ રમવામાં આવશે. પ્લેઓફ અને ફાઈનલના વેન્યુની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

  ધોની પર રહેશે બધાની નજર

  પહેલી મેચમાં ફેંસને મેદાન પર એમએસ ધોનીની ઝલક જોવા મળશે. ગત વર્ષે થયેલા વર્લ્ડ કપ બાદથી જ ક્રિકેટથી દુર રહેલા ધોનીએ આઈપીએલની તૈયારીઓ સાથે ચેન્નાઈ પહોંચ્યાના એક દિવસ અગાઉ જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવીદા કહી દીધુ અને હવે ધોની એક વર્ષ બાદ મેદાન પર દેખાશે.

  ધોનીના સન્યાસ પર રોહિત શર્માએ તેમને અભિનંદન પાઠવ્યા હતા કે, 19 સપ્ટેમ્બરે ટોસ પર મળીશું. આઈપીએલના આ શિડ્યુલથી ફેન્સ પણ ખુબ ખુશ છે, કેમ કે, પહેલી જ મેચમાં તેમને આઈપીએલની બે સર્વશ્રેષ્ઠ ટીમ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે.
  Published by:kiran mehta
  First published: