રમત-જગત

  • associate partner

IPL 2020થી બહાર થઈ શકે છે ઋષભ પંત, આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સ આપી શકે છે તક!

News18 Gujarati
Updated: October 14, 2020, 11:15 AM IST
IPL 2020થી બહાર થઈ શકે છે ઋષભ પંત, આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સ આપી શકે છે તક!
ઋષભ પંતને પગના સ્નાયુઓમાં ગ્રેડ-1ની ઈજાથી Delhi Capitalsની ચિંતા વધી, જાણો કોને મળશે તેના બદલે સ્થાન

ઋષભ પંતને પગના સ્નાયુઓમાં ગ્રેડ-1ની ઈજાથી Delhi Capitalsની ચિંતા વધી, જાણો કોને મળશે તેના બદલે સ્થાન

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને પોતાના આક્રમક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ની સાતથી દસ દિવસ સુધી સેવાઓ નહીં મળે. મૂળે, તેના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા થઈ છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ શિમરોન હેટમાયર (Shimron Hetmyer)ને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. પંત પોતાની ઈજાના કારણે આ સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. એવામાં દિલ્હી કેપિટલ્સ લલિત યાદવ (Lalit Yadav)ને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે. બુધવારે દિલ્હી કેપિટલ્સની મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની સાથે છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ માં છેલ્લી વાર જ્યારે બંને ટીમો સામ-સામે આવી હતી તો જીત દિલ્હી કેપિટલ્સની થઈ હતી.

અગાઉની મેચમાં કોઈ ભારતીય વૈકલ્પિક વિકેટકીપર નહીં હોવાના કારણે કેપિટલ્સને હેટમાયરને બદલે એલેક્સ કૈરીને ઉતારવા માટે મજબૂર થવું પડ્યું હતું. ટીમે જોકે ઇનિંગના અંતમાં બે આક્રમક બેટિંગની ખોટ વર્તાઈ, કારણ કે શિખર ધવને અણનમ 69 રનની ઇનિંગ 52 બોલમાં રમી.

ઋષભ પંતના પગના સ્નાયુઓમાં ગ્રેડ એકની ઈજા

આ મામલાની જાણકારી રાખનારા આઈપીએલના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, દિલ્હી કેપિટલ્સે સ્કેનનો રિપોર્ટ બીસીસીઆઈની મેડિકલ ટીમને મોકલ્યો છે. કારણ કે બીસીસીઆઈએ કેન્દ્રીય કોન્ટ્રાક્ટ કરેલા ખેલાડીઓના મામલામાં આવું કરવું અનિવાર્ય કર્યું છે. તેનાથી જાણી શકાય છે કે પંતને ગ્રેડ એકની ઈજા છે.

આ પણ વાંચો, IPL 2020: ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે બદલ્યો નિર્ણય? સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા

આક્રમક બેટિંગ માટે પંતનો વિકલ્પ લલિત યાદવઋષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમનું સંતુલન બગડ્યું, કારણ કે તેણે બે આક્રમક ગુમાવ્યા છે. દિલ્હીના હાલના બેટિંગ ક્રમમાં એકમાત્ર વિકલ્પ આક્રમક ઓલરાઉન્ડર લલિત યાદવ છે, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટની 30થી વધુ મેચોમાં 136થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે. આ ઓલરાઉન્ડરને કેપિટલ્સે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર પોતાની ટીમમાં લીધો હતો.

આ પણ વાંચો, મળો ભારતના ટૉપ 10 અબજપતિઓને જેઓએ 40 વર્ષથી ઓછી ઉંમરે ઊભો કર્યો અબજોનો કારોબાર

વિકેટકીપર તરીકે એલેક્સ કૈરી પ્રબળ દાવેદાર

નોંધનીય છે કે, એલેક્સી કૈરી વિકેટકીપરના રૂપમાં પ્રબળ દાવેદાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે 30 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેઓએ માત્ર 6 સિક્સર મારી છે. કૈરીને આઈપીએલ 2020 હજારીમાં દિલ્હી કેપિટલ્સે 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: October 14, 2020, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading