રમત-જગત

  • associate partner

IPL 2020: પોતાના કેપ્ટનના કારણે જ હારી ગયું KKR, જાણો દિલ્હી સામે કેમ ગુમાવી મેચ?

News18 Gujarati
Updated: October 4, 2020, 7:02 AM IST
IPL 2020: પોતાના કેપ્ટનના કારણે જ હારી ગયું KKR, જાણો દિલ્હી સામે કેમ ગુમાવી મેચ?
શ્રેયસ અય્યર અને દિનેશ કાર્તિક (Photo;IPL/BCCI)

કેપ્ટન દિનેશ કાર્તિકના આ ખોટા નિર્ણયોને કારણે દિલ્હી કેપિટલ્સ સામે KKRને હારનો સ્વાદ ચાખવો પડ્યો

  • Share this:
નવી દિલ્હીઃ આઇપીએલ 2020 (IPL 2020)ની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ને 18 રને હરાવી (KKR vs DC) દીધું. પહેલા બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 228 રન બનાવ્યા, જવાબમાં કોલકાતાની ટીમ 210 રન બનાવી શકી અને ટૂર્નામેન્ટમાં ચાર મેચોમાંથી બીજી મેચ ગુમાવી બેઠી. કોલકાતા આ મેચ જીતી શકતું હતું પરંતુ તેણે આ મેચ ગુમાવી દીધી. આવો જાણીએ કેકેઆરના હારના કારણો...

પહેલું કારણઃ કેપ્ટન દિનેશ કાર્તિકના નિર્ણય કોલકાતા નાઇટ રાઇડર્સ પર ભારે પડી રહ્યા છે. ખાસ કરીને બેટિંગ ઓર્ડરમાં ઓયન મોર્ગનને ઘણો નીચે મોકલવો ઘણો ખોટો નિર્ણય લાગી રહ્યો છે. ઓયન મોર્ગનને કેકેઆરએ દિલ્હીની વિરુદ્ધ છઠ્ઠા નંબરે ઉતાર્યો, જ્યારે આંદ્રે રસેલ ચોથા અને ખરાબ ફોર્મમાં રમી રહેલો કેપ્ટન દિનેશ કાર્તિક પોતે તેની પહેલા ક્રીઝ પર આવી ગયો. નોંધનીય છે કે, ઓયન મોર્ગન ચોથા નંબરનો સ્પેશલિસ્ટ ખેલાડી છે અને ઈંગ્લેન્ડને તેણે અનેક મેચ જીતાડી છે. જો દિલ્હીની વિરુદ્ધ મોર્ગન ચાર નંબર પર ઉતરશે તો મેચનું પરિણામ કંઈક બીજું હોઈ શકતું હતું. આ મેચમાં મોર્ગને 18 બોલમાં 44 રનની ઇનિંગ રમી.

બીજું કારણઃ સતત નિષ્ફળ રહેવા છતાંય સુનીલ નરેનને ઓપનર તરીકે જ તક આપવામાં આવી રહી છે. જ્યારે ઓપનર રાહુલ ત્રિપાઠીને દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ 8માં નંબરે ઉતારવામાં આવ્યો. ત્રિપાઠીએ 16 બોલમાં 36 રન કરીને કેકેઆરને મેચમાં વાપસી પર લાવી દીધી હતી. પરંતુ મોર્ગનના આઉટ થયા બાદ તેની પર દબાણ વધ્યું અને તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી, પરિણામ કોલકાતાની હાર.

આ પણ વાંચો, Mahindra Thar 2020: આ દમદાર ફીચર્સ સાથે લૉન્ચ, જાણો દરેક મૉડલની કિંમત

ત્રીજું કારણઃ શારજાની પિચ પર કોલકાતાના બોલરોએ દિલ્હી કેપિટલ્સને અનેક ઢીલા બોલ ફેંક્યા. કમિન્સે 4 ઓવરમાં 49 રન આપ્યા. માવીએ 18 બોલમાં 40 રન આપ્યા. વરૂણ ચક્રવર્તીએ પણ 49 રન આપ્યા. નાગરકોટીએ 35 રન આપ્યા. માત્ર આંદ્રે રસેલે 4 ઓવરમાં 29 રન ખર્ચ કરી બે વિકેટ ઝડપી. જો રસેલને કોઈ બીજા બોલરનો સાથ મળતો તો પરિણામ કંઈક બીજું જ હોત.

આ પણ વાંચો, RBIએ કહ્યું- ATM કાર્ડને લઈ કરો આ 3 કામ, હંમેશા સુરક્ષિત રહેશે તમારા રૂપિયાચોથું કારણઃ કોલકાતાની હારનું મોટું કારણ શ્રૈયસ અય્યરની તોફાની બેટિંગ પણ રહી. માત્ર 26 બોલમાં અડધી સદી ઠોક્યા બાદ અય્યરે સિક્સર-ફોરનો વરસાદ કરી દીધો. દિલ્હીના કેપ્ટને માત્ર 38 બોલમાં અણનમ 88 રનની ઇનિંગ રમી, જેમાં તેણે 6 સિક્સર અને 7 ફોર ફટકારી.
Published by: Mrunal Bhojak
First published: October 4, 2020, 7:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading